ગુજરાત

gujarat

ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા

By

Published : Nov 2, 2021, 4:04 AM IST

શું તમે જાણો છો લક્ષ્મી માતાનાં આઠ સ્વરૂપનું એક માત્ર મંદિર ગુજરાતમાં પણ આવેલું છે. ગુજરાતમાં પણ અમદાવાદ S.G. Highway નજીક અષ્ટ લક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. રોજ અહીં પૂજા અને આરતી થાય છે પરંતુ ખાસ કરીને દિવાળીમાં ધનતેરસ નિમિત્તે આ મંદિરમાં ભક્તો દ્વારા વિશેષ રીતે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા
ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા

  • ગુજરાતમાં પહેલું અને ભારતનું બીજું આ લક્ષ્મી માતાનું મંદિર છે
  • એક મંદિર અષ્ટ લક્ષ્મી માતાનું મદ્રાસમાં આવેલું છે
  • ધનતેરસમાં શ્રીયંત્રની સમૂહમાં પૂજા અહીં કરવામાં આવે છે

અમદાવાદ : અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે લક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જે ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું મંદિર છે. લક્ષ્મી માતાની ધનતેરસનાં દિવસે ભાવિક ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. જ્યારે દિવાળીનાં દિવસે અન્નકૂટ પણ ચડાવવામાં આવે છે. લક્ષ્મી માતાનાં આઠ સ્વરૂપની અલગ અલગ વિશેષતા પણ છે.

અષ્ટ લક્ષ્મી માતાનાં નામો

શાસ્ત્રી કમલેશ મહારાજે જણાવ્યું કે, અમદાવાદમાં આવેલા લક્ષ્મી માતાનાં મંદિરમાં લક્ષ્મીજીનાં 8 સ્વરૂપો બિરાજમાન છે. જેમાં શ્રી આદિ લક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી ગજ લક્ષ્મી, શ્રી ધૈર્ય લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી, શ્રી વિદ્યા લક્ષ્મી, શ્રી ધન લક્ષ્મી બિરાજમાન છે. દરેકની વિશેષતા અલગ અલગ રહેલી છે અને આ ઉપરાંત આદિશક્તિ બિરાજમાન છે. ખાસ કરીને અહીં મહિલાઓ મોટી સંખ્યામાં અષ્ટ લક્ષ્મી માતાજીનાં દર્શન કરવા માટે આવે છે.

ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા

ધનતેરસનાં દિવસે શ્રી યંત્રની પૂજા યોજો

ધનતેરસનાં દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા મંદિરમાં આવીને ભક્તો કરે છે. જેમાં સમૂહ પૂજા એક સાથે થતી હોય છે અને એક જ પરિવારનાં સભ્યો તેમજ સમૂહમાં આવેલા ભક્તો શ્રી યંત્રની પૂજા વિધિમાં ભાગ લેતા હોય છે. જ્યારે દિવાળીનાં દિવસે માતાજીને અન્નકૂટ ચડાવવામાં આવે છે અન્નકૂટમાં ફ્રુટ, મીઠાઇ, પંચામૃતનો અભિષેક તેમજ ઘરમાં ખવાતી વિવિધ વસ્તુઓ અન્નકૂટમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત શ્રીયંત્રની પૂજા પણ કરવામાં આવે છે. ધનતેરસનાં દિવસે પૂજા કરવામાં આવતા પહેલા અહીં દરેકે નામ પણ નોંધાવવું પડે છે. કેમકે, મોટી સંખ્યામાં લોકો પૂજા વિધિમાં જોડાતા હોય છે.

આ પણ વાંચો :ટેકનોલોજી આવતાં રોજમેળ વિસરાઇ, હવે ફક્ત પૂજા કરવાં જ ખરીદાય છે રોજમેળ

આ પણ વાંચો : લક્ષ્મીજીનું પ્રિય કમળ ધનતેરસ આવતાં બન્યું મોંઘુ, ભાવમાં થયો વધારો

ABOUT THE AUTHOR

...view details