ગુજરાત

gujarat

કુખ્યાત બૂટલેગર પિન્ટુ ગઢરી ઝડપાયો, બિઝનેસમેનને શરમાવે એવી કમાણી કરતાં આરોપીના છે કાળા કારનામાં

By

Published : Jul 29, 2022, 10:04 PM IST

બોટાદ લઠ્ઠાકાંડ (Botad Latthakand ) બાદ આરોપીઓની તપાસ અને દારુ વેચાણનું નેટવર્ક (Liquor sales network) નાબૂદ કરવાની સઘન કામગીરી ગુજરાત પોલીસની વિવિધ વિભાગની ટીમોએ હાથમાં લીધી છે. ત્યારે પોલીસના હાથમાં બૂટલેગર નેટવર્કનું એક મોટું માથું આવી ગયું છે. બૂટલેગર પિન્ટુ ગઢરીની (Bootlegger Pintu Gadhri ) કમાણી સાંભળીને ઉદ્યોગપતિઓને આંચકો લાગી શકે છે.

કુખ્યાત બૂટલેગર પિન્ટુ ગઢરી ઝડપાયો, બિઝનેસમેનને શરમાવે એવી કમાણી કરતાં આરોપીના છે કાળા કારનામાં
કુખ્યાત બૂટલેગર પિન્ટુ ગઢરી ઝડપાયો, બિઝનેસમેનને શરમાવે એવી કમાણી કરતાં આરોપીના છે કાળા કારનામાં

અમદાવાદ- ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat) મજૂરો માટે મોતનું કારણ બને છે તો કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને બૂટલેગરો માટે કરોડો રૂપિયા કરવાનો અવસર. આવો જ એક કુખ્યાત બૂટલેગર પિન્ટુ ગઢરી ઝડપાયો છે ( Notorious bootlegger Pintu Gahri caught ) અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. જેનું છ મહિનાનાં દારૂના ધંધાનું ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું. તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો રળતો હતો.

મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો રળતો હતો

200 કરોડનું ટર્ન ઓવર -આરોપી પિન્ટુના બેન્ક ટ્રાન્જેક્શનમાં 200 કરોડનું ટર્ન ઓવર સામે આવ્યું છે. તેમજ ચોખ્ખો નફો 12 કરોડ કરતા વધારે. આ ઉદ્યોગપતિ નથી. બુટલેગરની કમાણીના આંકડા છે. પિન્ટુની પૂછપરછ અને તેના ફોનની તપાસ દરમિયાન અધધ કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં હતાં. પોલીસને જાણવા મળ્યું કે પિન્ટુએ ( Notorious bootlegger Pintu Gahri caught ) દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તે મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે અને ત્યાંથી જ દારૂ સપ્લાય કરતો હતો. આટલા મોટા વ્યવહારના અંતે પિન્ટુ ગઢરી (Bootlegger Pintu Gadhri ) મહિને 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાનું પણ ખુલ્યું છે.

આ પણ વાંચોઃ બોટાદ લઠ્ઠાકાંડ બાદ જાગેલા તંત્રએ પાંચ વર્ષથી લાયસન્સ વગર ધમધમતા એમોસના પીપળજ યુનિટને કર્યું સીલ

33 ગુનાનો આરોપી કઈ રીતે ઝડપાયો - બૂટલેગર ગત 27 જૂલાઈના રોજ ગોવાથી મોજ માણીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ( State Monitoring Cell ) ટીમે તેને પકડી પાડ્યો હતો. કારણ તે વર્ષ 2019થી 2022 દરમિયાન નોંધાયેલા કુલ 33 ગુનામાં વોન્ટેડ હતો.જ્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીમરાવ ઉર્ફ પિન્ટુ ગઢરીને (Bootlegger Pintu Gadhri ) મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ ( Notorious bootlegger Pintu Gahri caught ) વિરૂધ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. છેલ્લે તે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત વોન્ટેડ હતો.

મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો -એસ.એમ.સીના વડા એસપી નિર્લિપ્ત રાયને (SP Nirlipta Rai ) માહિતી મળી હતી કે, પિન્ટુ ઘણા સમયથી વોન્ટેડ છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યો છે. એસપી નિર્લિપ્ત રાયે (SP Nirlipta Rai ) બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને 27મી તારીખે બાતમી મળી કે, પિન્ટુ (Bootlegger Pintu Gadhri ) ગોવા ફરવા ગયો હતો અને અહીંથી તે મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. એસ.એમ.સી.ની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી ( Notorious bootlegger Pintu Gahri caught ) પાડ્યો હતો.

આ પણ વાંચોઃ લાલચ બુરી બલા હૈ : શેરબજારમાં રોકાણનો બહાને લાખો ખંખેર્યા, પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો

કેટલાક પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી - બીજી તરફ પિન્ટુના ફોને પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો ભાંડો ફોડ્યો છે. તપાસ એજન્સીએ પિન્ટુના વ્યવહારની વિગતો સેન્ટ્રલ એજન્સીઓને આપી હોવાનું સુત્રોનું કહેવું છે. બીજી તરફ જે ભ્રષ્ટ અધિકારીઓ બૂટલેગર પિન્ટુ ગઢરીના (Bootlegger Pintu Gadhri ) સીધા સંપર્કમાં હતા તેમનો રિપોર્ટ રાજ્ય સરકારને પણ કરવામાં આવશે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું. ઉલ્લેખનીય છે કે પિન્ટુ વર્ષ 2019થી ગુજરાતમાં વોન્ટેડ હતો. તેની સામે 33 ગુના નોંધાયા હતાં છતા એક પણ પોલીસ એજન્સી તેને પકડવામાં ભેદી રીતે સફળ રહી ન હતી. હવે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ( State Monitoring Cell ) ટીમે તેને પકડી ( Notorious bootlegger Pintu Gahri caught ) તપાસ શરૂ કરી છે ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે તે પણ નક્કી છે.

ABOUT THE AUTHOR

...view details