ગુજરાત

gujarat

Ahmedabad Rathyatra 2022: રથયાત્રા દરમિયાન ભક્તોને અપાશે મગનો પ્રસાદ, શું છે આનો મહિમા, જાણો

By

Published : Jun 29, 2022, 8:45 AM IST

Updated : Jun 29, 2022, 9:37 AM IST

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર 2 દિવસ (Ahmedabad Rathyatra 2022) બાકી છે. ત્યારે જગન્નાથજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા (Crowd of devotees at Jagannath Temple) મળી રહી છે. આ સાથે જ ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ માટે મગની પણ સાફસફાઈ શરૂ (Mug cleaning at Jagannath Temple) કરી દેવામાં વી છે. ત્યારે આવો જાણીએ મંદિરનો શું માહોલ છે.

Ahmedabad Rathyatra 2022: રથયાત્રા દરમિયાન ભક્તોને અપાશે મગનો પ્રસાદ, શું છે આનો મહિમા, જાણો
Ahmedabad Rathyatra 2022: રથયાત્રા દરમિયાન ભક્તોને અપાશે મગનો પ્રસાદ, શું છે આનો મહિમા, જાણો

અમદાવાદઃ અષાઢી બીજે (1 જુલાઈએ) ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. આ દિવસે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપશે. તો રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે. તેવામાં ભગવાનના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી (Crowd of devotees at Jagannath Temple) રહી છે. સાથે જ ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ માટે મગની (Mug cleaning at Jagannath Temple) પણ સાફસફાઈ મહિલાઓએ શરૂ કરી દીધી છે.

30,000 કિલો મગનો પ્રસાદ કરાયો

30,000 કિલો મગનો પ્રસાદ કરાયો -ભગવાન જગન્નાથજીની રથયાત્રાદરમિયાન (Ahmedabad Rathyatra 2022) દર્શનાર્થીઓને મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. ત્યારે આ વર્ષે અંદાજિત 30,000 કિલો મગનો પ્રસાદ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે. તો મહિલાઓ પૂરજોશમાં આ મગની સાફસફાઈ (Mug cleaning at Jagannath Temple) કરી રહી છે. આ ઉપરાંત રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) દરમિયાન મગ સિવાય કેરી, કાકડી, જાંબુ જેવા પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.

મંદિરમાં મગની સફાઈ શરૂ

આ પણ વાંચો-ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની જગન્નાથની યાત્રા પહેલા થયું આ ગ્રાન્ડ રિહર્સલ

શા માટે મગનો પ્રસાદ - ભગવાન જગન્નાથજી મામાના ઘરે જાંબુ અને બીજ ફળ ખાઈને બીમાર થઈ ગયા હોય છે. એટલે પૌષ્ટિક ખોરાક ખાવો ખૂબ જરૂરી હોય છે. એટલે તેમને મગનો પ્રસાદ ધરાવવામાં આવે છે. સાથે સાથે ભગવાનનો રથ ખેંચવામાં તાકાત જરૂરી હોય છે. એટલે પણ મગ પ્રસાદ વહેંચવામાં (Mug cleaning at Jagannath Temple) આવે છે તેવું માનવામાં આવે છે.

મંદિરમાં મગની સફાઈ શરૂ

ભગવાનની સેવા કરવા મહિલા મંડળ તૈયાર હોય છે - મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અહીંયા ભગવાનની સેવા કરવા આવીએ છીએ. ભગવાનની સેવાની વાત કરીએ ત્યારે અમારું મહિલા મંડળ હાજર જ હોય છે. ભગવાનને મગનો પ્રસાદ ધરાવામાં આવે છે. અહીં 50 જેટલી મહિલાઓ સવારે 11 વાગ્યાથી સાંજના 5 વગયા સુધી મગ સાફ (Mug cleaning at Jagannath Temple) કરીએ છીએ.

ભગવાનની સેવા કરવા મહિલા મંડળ તૈયાર હોય છે

આ પણ વાંચો-Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું

ભગવાન મંદિરમાં ન હોવાથી ગમતું નથી -ભગવાન જગન્નાથજીની જળયાત્રા બાદ તેઓ મામાના ઘરે સરસપુર ગયા છે. અહીંયા રોજ ભગવાનની સેવા કરવા આવતી મહિલા મંડળે જણાવ્યું હતું કે, ભગવાન મંદિરે ન હોવાથી ગમતું નથી. હવે જ્યારે ભગવાન મંદિરે પરત આવશે ત્યારે ભજનકીર્તન (Crowd of devotees at Jagannath Temple) કરીશું.

Last Updated :Jun 29, 2022, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details