ETV Bharat / city

Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું

author img

By

Published : Jun 27, 2022, 5:52 PM IST

Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું
Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું

અમદાવાદના જમાલપુરમાં જગતમંદિરે (Ahmedabad Jagannath Temple) ભગવાન જગન્નાથની રથયાત્રાને (Bhagvan Jagannath Rathyatra ) લઈને તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં (145th Rathyatra of Bhagvan Jagannath) ખાસ શું જોવા મળશે, કેટલા પ્રસાદની વહેંચણી કરવામાં આવશે વગેરે માહિતી જાણો મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા સાથેની ખાસ વાતચીતમાં.

અમદાવાદ- દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાના (Bhagvan Jagannath Rathyatra )ગણતરીના દિવસો બાકી છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે ત્યારે મંદિર અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના જમાલપુર ખાતે ભગવાનની રથયાત્રાને (Ahmedabad Jagannath Temple) લઈને તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા (Ahmedabad Jagannath Temple Trustee Mahendra Zha ) સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

145મી રથયાત્રા સંદર્ભે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વિગતે વાત કરી
પ્રશ્ન : કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષની રથયાત્રામાં શું ખાસ અલગ જોવા મળશે?

જવાબ : ભગવાન જગન્નાથની રથયાત્રા 1 જુલાઈના રોજ (145th Rathyatra of Bhagvan Jagannath) નીકળવાની છે ત્યારે તે રથયાત્રા (Bhagvan Jagannath Rathyatra )પૂર્વે અનેક કાર્યક્રમો અને પ્રસંગો હોય છે. જેમાં ચંદનયાત્રા, જળયાત્રા,ભગવાન જગન્નાથનું મોસાળું ભરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ અમાસના દિવસે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાંથી આવેલ સાધુસંતોનું સન્માન કરવામાં આવશે. 30 તારીખના રોજ વર્ષમાં એકવાર સોનાના આભૂષણ ચઢાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજાવિધિ થશે. એકમના દિવસે મુખ્યપ્રધાન રથયાત્રાની શુભેચ્છા આપવા આવશે.

પ્રશ્ન : ભગવાન જગન્નાથને રથયાત્રા શરૂઆત પહેલા ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે. તો ખીચડી ધરવાનું મહત્વ શું છે?

જવાબ : રથયાત્રાના દિવસે સવારે વહેલા 4 વાગે મંગળા આરતી થાય છે. ત્યાર બાદ ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવે છે. કારણે કે એવું કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરે ફળ ખાવાથી આંખો આવી ગઈ હોવાથી નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. તે દિવસે વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવે છે. ભગવાન બીમાર છે એવા ભાવથી ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે અને તે દિવસ શુકનના ભાગરૂપે દહીંનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે.

પ્રશ્ન : અમદાવાદ હેરિટેજ શહેર છે. જો આ વખતે કેટલા ટ્રક હશે. તેમાં શુ ખાસ અલગ જોવા મળશે?

જવાબ : આ વખતની રથયાત્રામાં ધાર્મિક, રાજકીય, રાષ્ટ્રીય ઝાંખી શણગારેલા ટ્રકો જોવા મળી આવે છે.101 ટ્રકમાં કેદારનાથ, અમરનાથ, કેદારનાથ, રામમંદિરના ટેબ્લો જોવા મળી આવશે. રથયાત્રામાં અલગ અલગ વેશભૂષા, 30 અખાડા,18 ભજન મંડળી અને 3 બેન્ડવાજાવાળા પણ હાજર રહેશે.

પ્રશ્ન : શહેરના નહીં પણ સમગ્ર ગુજરાતથી શ્રદ્ધાળુ આવે છે તો કેટલા કિલો પ્રસાદ વહેંચણી કરવામાં આવશે?

જવાબ : શ્રદ્ધાળુ માટે મંદિર તરફથી 30000 વધુ કિલો મગ,500 કિલો જાંબુ,300 કિલો કેરી,400 કિલો કાકડી,અને 2 લાખ ઉપરણાંનો પ્રસાદ દરેક શ્રદ્ધાળુને આપવામાં આવશે.

પ્રશ્ન : રથયાત્રા મંદિર પરત આવ્યા બાદ મંદિરમાં કયા ખાસ કાર્યક્રમ કરવામાં આવશે?

જવાબ : ભગવાન જગન્નાથ તે દિવસે મંદિરમાં પરત જતાં નથી. તે આખી રાત મંદિરના પટાંગણમાં રથમાં જ બિરાજમાન રહે છે. તે રાત્રે ભજન મંડળી, રાસ મંડળ અને આદિવાસી સમાજના લોકો નૃત્ય કરે છે. બીજા દિવસે સવારે 8:30 કલાકે વૈદિક મંત્રોથી પૂજા વિધિ કરી ગર્ભગૃહમાં પ્રવેશ કરશે.

પ્રશ્ન : આ વખતે રથયાત્રામાં વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે?

જવાબ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જગન્નાથ મંદિર પરિવારના સભ્યો છે. તેમણેે ગુજરાતમાં સૌથી વધુ 13 વર્ષ પહિન્દ વિધિ કરી છે. દેશના વડાપ્રધાન તો છે પરંતુ જગન્નાથ મંદિર પરિવારના સભ્યો હોવાથી દર વર્ષે તેમને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે.

પ્રશ્ન : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ રથયાત્રા આવવાની વાત સામે આવી છે. તમને કોઈ સમાચાર મળ્યાં?

જવાબ : ના, એવા કોઈ સમાચાર નથી. મંદિર દરેકનું છે આ મંદિરમાં દરેક લોકો આવી શકે છે. આમ આદમી પાર્ટીના કોઈ સભ્યથી હજુ સુધી તે જગન્નાથ મંદિર આવવાના છે તેવી કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

પ્રશ્ન : હાલમાં જે રથ છે 145 વર્ષ જૂના છે. આગામી રથયાત્રામાં નવા રથનું નિર્માણ કરવામાં આવશે. તો આ રથનું શું કરવામાં આવશે?

જવાબ : 145 વર્ષ સુધી જે રથ ચલાલવામાં આવ્યા તે ઐતિહાસિક રથ છે. આવતા વર્ષે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે આ રથનું વિસર્જન કરવું કે તેને મ્યુઝિયમમાં મૂકવા તેના વિશે વિચારણા કરવામાં આવી રહી છે. બધા ટ્રસ્ટીઓ અને મહંતની ઈચ્છા છે કે મંદિરના પરિસરમાં ત્રણેય રથનું મ્યુઝિયમ બનાવી તે ત્યાં મુકવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.