ગુજરાત

gujarat

અમદાવાદમાં 209 ડેન્ગ્યુ કેસ, ટાઈફોઈડના કેસમાં વધારો પણ ચિંતાનો વિષય

By

Published : Oct 11, 2022, 9:58 PM IST

અમદાવાદ શહેરમાં ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે સાથે પાણીજન્ય કેસોમાં વધારો જોવા મળી (Mosquito borne diseases rise in Ahmedabad ) રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જ 209 ડેન્ગ્યુ કેસ ( Ahmedabad 209 dengue cases ) અને ટાઈફોઈડના 123 કેસ નોંધાતા અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( AMC Health Department ) હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં 209 ડેન્ગ્યુ કેસ, ટાઈફોઈડના કેસમાં વધારો પણ ચિંતાનો વિષય
અમદાવાદમાં 209 ડેન્ગ્યુ કેસ, ટાઈફોઈડના કેસમાં વધારો પણ ચિંતાનો વિષય

અમદાવાદ રાજ્યમાં વરસાદ હવે વિદાય લઈ ચુક્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોગચાળો (Mosquito borne diseases rise in Ahmedabad ) ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ ( Ahmedabad 209 dengue cases ) , ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે.જેને પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ( AMC Health Department ) માટે ડેન્ગ્યુના કેસમાં વધારો ચિંતાનો વિષય બન્યો છે.

7 દિવસમાં ડેન્ગ્યુના 209 કેસ નોંધાયાશહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ (Mosquito borne diseases rise in Ahmedabad ) મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં 209 ડેન્ગ્યુના કેસ ( Ahmedabad 209 dengue cases ) નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 27 કેસ,ઝેરી મેંલેરિયાના 8 કેસ, ચિકનગુનિયા 8 કેસ સામે આવ્યા છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં કુલ 9606 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 858 સેમ્પલ લેવામાં આવ્યા છે.

ટાઈફોઈડના કેસમાં વધારો શહેરમાં સ્વાઈન ફ્લુ ( swine flu ) નો કેર પણ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર માસના 7 દિવસમાં 25 જેટલા કેસ નોંધાયા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડાઉલ્ટીના 91 કેસ, કમળાના 82 કેસ, ટાઈફોઈડના 123 કેસ જયારે 2 કેસ કોલેરાના કેસ નોંધાયા છે.

ક્લોરીનની ગોળી વિતરણ ચાલુ શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ન(Mosquito borne diseases rise in Ahmedabad ) થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 198 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાં અત્યાર સુધી 22 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.જયારે આરોગ્ય વિભાગ દ્વારા 2400 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details