ગુજરાત

gujarat

કોંગ્રેસના આંતરિક મામલાને ઢાંકવા ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર કર્યા પ્રહાર

By

Published : Jun 12, 2021, 8:28 AM IST

ગુજરાતમાં ઇંધણના ભાવ વધારાના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી એક વખત સામે આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોંગ્રેસના ડખાને ઢાંકવા માટે થઈને ભાજપ પર દોષનો ટોપલો ઢોળવો હતો.

કોંગ્રેસ
કોંગ્રેસ

  • ગુજરાત ભાજપના પ્રભારી ગુજરાતની મુલાકાતે આવતા અટકળો થઈ શરૂ
  • કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારે કોંગ્રેસના ડખાને ઢાંકવા ભાજપ પર પ્રહાર કર્યો
  • પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે અચાનક આવતા જ ભાજપમાં પડ્યો છે ડખો -કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં ઇંધણના ભાવ વધારાના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી એક વખત સામે આવ્યો હતો. કારણ કે, સીજી રોડ પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન થયું હતું, પરંતુ ખુદ સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા ન હતા. તેવામાં જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોંગ્રેસના ડખા ને ઢાંકવા માટે થઈને ભાજપ પર દોષનો ટોપલો ઢોળવો હતો.

ભાજપના પ્રભારીની મુલાકાત બાદ ભાજપમાં ઘણા મોટા ફેરફાર આવી શકે

ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત અંગે થઈને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જ નિવેદન આપતાં જણાવ્યું કે મુખ્યપ્રધાન અને ભાજપના પ્રમુખ વચ્ચે કકળાટ ચાલી રહ્યો છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો પણ પદ મેળવવા માટે સતત વલખા મારી રહ્યા છે. બીજી તરફ કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને ઉચ્ચ સ્થાને લઈ લેવામાં આવતા ભાજપના જ કેટલાક વર્ષોથી પક્ષમાં સતત ફરજ બજાવતા કાર્યકર અને નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રભારીની મુલાકાત બાદ ભાજપમાં ઘણા મોટા ફેરફાર પણ આવી શકે છે.

આ પણ વાંચો:ભાજપ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર જ હોય છે: યમલ વ્યાસ

શું મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળમાં આવશે ફેરફાર

વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ઉમેર્યું હતું કે ભાજપ પ્રભારીની મુલાકાત પર અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે, ગુજરાતમાં બધુ બરોબર ચાલી રહ્યું નથી એટલે જ પ્રભારી દોડતા ગુજરાત આવી પહોંચ્યા છે અને બેઠક કરવી પડી રહી છે. કોરોનાની બીજી લહેર માં સરકાર અને સંગઠનો વચ્ચેના તાલમેલ ન હોવાનો આરોપ પણ કોંગ્રેસી નેતાઓએ લગાવ્યો છે તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સામે પણ અસંતોષ સતત જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન સામેના અસંતોષના કારણે સરકાર અને પ્રધાનમંડળમાં પણ અનેક ફેરફાર જોવા મળશે તેવું કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે.

આ પણ વાંચો:કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા, યુપીની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ

ABOUT THE AUTHOR

...view details