ગુજરાત

gujarat

Cold Wave In Gujarat December 2021 : ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી, ઠંડીનો પારો ઘટવાથી ઠંડીમાં થશે વધારો

By

Published : Dec 12, 2021, 7:59 PM IST

ગુજરાતમાં ઠંડીનું જોર વધતુ જાય છે ત્યારે તેમાં હવે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક કોલ્ડવેવની(Cold Wave In Gujarat December 2021) આગાહી કરવામાં આવી છે. જેમાં હાલ કચ્છનું નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.. તથા સિઝનનું સૌથી નીચું તાપમાન નોધાયું છે...

Cold Wave In Gujarat December 2021
Cold Wave In Gujarat December 2021

  • આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી
  • કચ્છનું નલિયા 7.4 સે. સાથે સૌથી ઠંડુગાર
  • સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું
  • આગામી સપ્તાહમાં રાજ્યમાં વધશે ઠંડી

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની (Cold Wave In Gujarat December 2021) આગાહી કરી છે. રાજ્યમાં 7.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું છે ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘડાટાની શક્યતા છે. રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો,

  • નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.4 સે. નોંધાયું
  • કંડલા એરપોર્ટ પર તાપમાન 11.4 સે.
  • ડીસામાં તાપમાન 12.4 સે.
  • ભૂજમાં તાપમાન 13 સે.
  • ગાંધીનગર અને વલસાડમાં તાપમાન 14 સે.
  • વલ્લભવિદ્યાનગરમાં તાપમાન 15.2 સે.
  • સુરેંદ્રનગરમાં તાપમાન 16 સે.
  • અમદાવાદ અને અમરેલીનું તાપમાન 16.0 સે.
  • તો ભાવનગર અને કેશોદમાં તાપમાન 16.6 સે.
  • વડોદરામાં તાપમાન 17 સે.
  • રાજકોટમાં તાપમાન 17.6 સે.
  • મહુવામાં તાપમાન 18.5 સે.
  • દિવમાં તાપમાન 18.9 સે.
  • સુરતમાં તાપમાન 19.6 સે.
  • સંઘ પ્રદેશ દમણમાં તાપમાન 20.4 સે.

અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી શરૂ
દિવસેને દિવસે શહેરમાં ઠંડી વધી રહી છે. તથા આગામી 24 કલાકમાં અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી શરૂ થશે. તથા તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી વધવાની શક્યતાઓ છે અને આગામી સપ્તાહ દરમ્યાન લોકોને રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

આ પણ વાંચો:rahul gandhi on hindutva: હું હિંદુ છું, હિંદુત્વવાદી નથી : રાહુલ ગાંધી

ABOUT THE AUTHOR

...view details