ગુજરાત

gujarat

ખાદીએ માર્કેટમાં મૂક્યાં સિલ્ક અને શુદ્ધ સુતરાઉ કાપડના માસ્ક, મૂલ્ય જાણો

By

Published : Jul 11, 2020, 1:33 PM IST

સ્વદેશીનું નામ પડેને ગાંધીપ્રેરિત સંસ્થાઓના ઉત્પાદનો યાદ ન આવે તેવું ભાગ્યે જ બને. ગ્રામવિકાસ, અંત્યોદય, સ્વરોજગાર અને સમાજલક્ષિત વેપારવણજ, આ બધા મૂલ્યો લઇને ચાલતાં ખાદીના કાપડમાંથી હવે અવનવી વસ્તુઓ બનાવાય છે. જેને ખાદીગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા વેચાણ કરવામાં આવે છે. કોરોના જેવી મહામારીમાં સંક્રમણથી બચવા માસ્ક મસ્ટ બની ગયાં છે, ત્યારે ખાદીના માસ્ક સસ્તી કિંમતે મળે તે આવકારદાયક વાત છે.

ખાદીએ માર્કેટમાં મૂક્યાં સિલ્ક અને શુદ્ધ સુતરાઉ કાપડના માસ્ક, મૂલ્ય જાણો
ખાદીએ માર્કેટમાં મૂક્યાં સિલ્ક અને શુદ્ધ સુતરાઉ કાપડના માસ્ક, મૂલ્ય જાણો

અમદાવાદઃ કોરોનાનો પ્રકોપ એકમદમ ફાટી નીકળ્યો છે, ત્યારે જરુર પૂરતાં બજારમાં આવેલાં માસ્ક સાદા કાપડના અને વેરાયટી વગરના હતાં. હવે માસ્કનું બજાર સ્ટેબલ થઇ ગયું છે અને સપ્તાહના સાતેય દિવસ માસ્ક પહેરવાના જ છે, તેવું મન બનાવી ચૂકેલાં લોકો ત્વચાને અનુકૂળ આવે એવા કાપડના માસ્ક અને સુશોભન વરાયટી ગોતવા લાગ્યાં છે, ત્યારે માસ્ક બજારને અનુરુપ થાય અને લોકોને સારી ગુણવત્તા સાથે સુંદર લાગે તેવા માસ્ક મળે તે માટે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ આગળ આવી ગયું છે. જેના માસ્ક કાઉન્ટર પર આવી રહ્યાં છે.

ખાદીએ માર્કેટમાં મૂક્યાં સિલ્ક અને શુદ્ધ સુતરાઉ કાપડના માસ્ક, મૂલ્ય જાણો

ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને સુતરાઉ કાપડ તથા રેશમના કપડાંથી બનેલ માસ્ક બજારમાં મૂકવામાં આવ્યાં છે. માસ્કની કિંમતની વાત કરીએ તો તેમાં સુતરાઉ કાપડના માસ્કની કિંમત પ્રતિ નંગ 30 રૂપિયા, જ્યારે રેશમ માસ્કની કિંમત પ્રતિનંગ 100 રૂપિયા રખાઈ છે.

ETVBharat ગુજરાતે ખાદી સદનની મુલાકાત લીધી ત્યારે રેશમના માસ્ક તો દુકાનો સુધી પહોંચ્યાં નથી, પરંતુ શુદ્ધ સુતરાઉ કાપડમાંથી હાથથી બનાવેલા માસ્ક જોવા મળ્યાં હતાં. જે ખૂબ જ સુંદર અને આકર્ષક હતાં. આ માસ્કની વિશેષતા એ છે કે, તે રીયુઝેબલ છે, એટલે કે એક વખત તેનો ઉપયોગ કર્યા બાદ તેને ધોઈને, સૂકવીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાશે.

ખાદીએ માર્કેટમાં મૂક્યાં સિલ્ક અને શુદ્ધ સુતરાઉ કાપડના માસ્ક, મૂલ્ય જાણો

આ માસ્કની બીજી વિશેષતા એ છે કે તેની અંદર શ્વાસોશ્વાસમાં તકલીફ નહીં પડે. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ઉત્પાદનોના આદર્શમાં ગ્રામવિકાસ કેન્દ્રીય મુદ્દો રહ્યો છે, ત્યારે ગામડાના કારીગરો દ્વારા હાથથી બનાવેલા આ માસ્કથી ગ્રામીણ લોકોને રોજગારીનો વ્યાપક અવસર મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details