ગુજરાત

gujarat

Juna Vadaj Community Hall: કોમ્યુનિટી હોલની જમીન ઉપર દબાણ કર્તાઓની રિહેબિલિટેશનની અરજી હાઇકોર્ટે ફગાવી

By

Published : Dec 21, 2021, 6:24 PM IST

જૂના વાડજમાં કોમ્યુનિટી હોલ (Juna Vadaj Community Hall) તરીકે રિઝર્વ જમીન પર વસવાટ કરતા દબાણકારોની રિહેબિલિટેશનની અરજી ગુજરાત હાઈકોર્ટે (application for rehabilitation in gujarat high court) ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હોવા છતા અરજદારને સંતોષ નથી.

Juna Vadaj Community Hall: કોમ્યુનિટી હોલની જમીન ઉપર દબાણ કર્તાઓની રિહેબિલિટેશનની અરજી હાઇકોર્ટે ફગાવી
Juna Vadaj Community Hall: કોમ્યુનિટી હોલની જમીન ઉપર દબાણ કર્તાઓની રિહેબિલિટેશનની અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ: જૂના વાડજમાં વર્ષો જૂની TP કે જે કોમ્યુનિટી હોલ તરીકે રિઝર્વ (Juna Vadaj Community Hall) હતી તેના ઉપર વસવાટ કરતા દબાણકારોએ કોર્ટમાં કરેલી રિહેબિલિટેશન (application for rehabilitation in gujarat high court) માટેની અરજી હાઈકોર્ટે ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મનપાએ દબાણકારોને વાસણા અને ત્યારબાદ ચાંદખેડામાં જગ્યા આપી હતી, પરંતુ અરજદારની માંગણી હતી કે વાડજ વિસ્તારની આસપાસ જ તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.

દબાણકારો હોવા છતાં સ્કીમ અંતર્ગત પુનર્વસનની સુવિધા મળી

સુનાવણી દરમિયાન અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, વર્ષોથી કોમ્યુનિટી હોલ તરીકે ડિઝાઇન થયેલી જમીન ઉપર દબાણકારો હોવા છતાં મનપાએ દબાણ ખસેડવાની સાથે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી આપી છે. વળી અગાઉ વાસણા શાહવાડી અને ત્યારબાદ ચાંદખેડામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોર્પોરેશન (ahmedabad municipal corporation) તૈયારી બતાવી હોવા છતાં અરજદારને સંતોષ નથી.

બાળકો માટે AMC દ્વારા બસની વ્યવસ્થા

આ ઉપરાંત અરજદારેકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, છેવાડાના વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા મળવાના કારણે બાળકોને શિક્ષણ માટે દૂર આવવું પડશે. જો કે આ સામે કોર્ટે નોંધ્યું હતું કે, AMC બાળકો માટે બસની વ્યવસ્થા પણ આપે છે. અંતે હાઈકોર્ટે અરજીને ડિસ્પોઝ (High Court disposed petition) કરી હતી.

શું કહે છે મનપાનાં એસ્ટેટ વિભાગના અધિકારી?

આ મામલે વધુ વિગતો આપતા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી (amc west zone estate department officer) હિતેન્દ્રભાઈ મકવાણાએ ETV ભારતને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ટીપી સ્કીમની અમલવારી દરમિયાન નોટિસ બજાવતા જે લોકો પુરાવા આપે છે તેમને મનપા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે છે. આવા લગભગ 130 જેટલા લોકોને વિકલ્પ આવાસોની ફાળવણી (Allocation of Alternative Housing In Ahmedabad) કરી આપવામાં આવી છે. જો કે બીજી તરફ અરજદાર વતી કોર્ટમાં પક્ષ મૂકનારા એડવોકેટ જયેશ બારોટે ETV ભારતને જણાવ્યું હતું કે, વાડજ સિવાય અન્ય વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા મળવાથી બાળકોના ભણતર તેમજ રોજગારી માટેની અવર-જવરમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી તે જ વિસ્તારમાં અમને આવાસ મળે તેવી કોર્ટ સમક્ષ માંગણી કરી હતી.

આ પણ વાંચો: GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

આ પણ વાંચો: Vishwakarma Award 2021: 60 કરોડના ખર્ચે બનશે વિશ્વકર્મા ધામ, હશે આ સુવિધાઓ

ABOUT THE AUTHOR

...view details