ગુજરાત

gujarat

ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી

By

Published : May 23, 2021, 6:51 PM IST

કોરોનાના કહેરને કોરણે દર્દીઓને ઓક્સિજનને લઈને હાલત ભયાનક થઈ છે. ત્યારે, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઓક્સિજનની કમી ન રહે તે માટે પોતાના ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળો એકઠો કરીને 1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ તકે, ધારાસભ્યએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.

ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી
ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી

  • ધારાસભ્યોની તમામ ગ્રાન્ટ કોવિડ પાછળ ખર્ચવા જીગ્નેશ મેવાણીની માંગ
  • બનાસકાંઠામાં ઓક્સિજન પ્લાન્ટ માટે મેવાણીએ ફાળો ઉઘરાવ્યો હતો
  • કોવિડમાં રાજકીય કિન્નખોરી ન દાખવવા સરકારને ધારાસભ્યના અપીલ

બનાસકાંઠા:વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોરોના કાળમાં તમામ ધારાસભ્યને પોતાની ગ્રાન્ટ કોરોનાના દર્દીઓની સારવાર પાછળ વપરાય તેવી માંગ કરી હતી. મેવાણીએ પોતાના વિસ્તારમાં એક કરોડ ફાળવ્યા હતા અને તે માટે ફાળો પણ ઉઘરાવ્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર અત્યારે કિન્નખોરી દાખવવાની જગ્યાએ ધારાસભ્યોએ કોરોના દર્દીની મદદ કરવી જોઈએ.

ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી

આ પણ વાંચો:ટ્રસ્ટનું ફ્રીઝ કરેલું એકાઉન્ટ રેગ્યુલર કરવા રાજ્ય સરકારને મારી અપીલઃ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

સરકારે જીગ્નેશ મેવાણીને મદદ કરતી સંસ્થાનું ખાતુ સિઝ કર્યું

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ માટે મદદ કરતી સંસ્થાનું બેંક ખાતુ સિઝ કરીને સરકારે કિન્નાખોરી રાખી છે. પરંતુ, તેમને યાદ રાખવું જોઈએ કે, ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે તો પ્રજાને ફાયદો થશે. તેમજ સરકારે આ કામમાં રોડા નાખવા જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકારે સજાગ થવુ જોઈએ. વડગામના નાગરિકોએ રાજ્યપાલને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની માંગણી કરી હતી. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ ન રોકવા સરકારને વિનંતી કરી હતી.

આ પણ વાંચો:વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા સહાય કેમ્પઇન શરૂ કર્યું

લોકોને ગેરમાર્ગે દોરશો નહીં : મેવાણી

અત્યારે લોકોને ગેરમાર્ગે દોરવાની જગ્યાએ ધારાસભ્ય દ્વારા મદદ થાય તે જરૂરી છે. તેવુ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details