ગુજરાત

gujarat

Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ

By

Published : Feb 22, 2022, 8:10 PM IST

કોંગ્રેસ છોડી જયરાજસિંહ પરમાર આજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઇ ગયાં હતાં. ભાજપમાં જોડાયા પછી જયરાજસિંહ પરમાર (Jayrajsinh on Congress ) કોંગ્રેસ વિશે બોલ્યાં. તેમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમના મોંએ સાંભળો ભાજપ સરકારના ગુણગાન.

Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ
Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ

અમદાવાદ- જયરાજસિંહ પરમાર આજે ગાંધીનગરના પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ આવ્યા ત્યારે ડીજેના તાલે અને રેલીના સ્વરૂપે આવ્યા હતા. તેમને આવકારવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખુદ ઉપસ્થિત રહ્યા અને જયરાજસિંહને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. કેસરિયો ખેસ પહેર્યા પછી જયરાજસિંહ પરમાર મીડિયાના સવાલના જવાબ આપતાં ખચકાયા હતાં, અને આડાઆવળા જવાબ (Jayrajsinh Talk to Media after Joined BJP) આપતાં હતાં.

ભાજપમાં જોડાયા બાદ બદલાયાં સૂર અને તીખા તેવર

કોંગ્રેસને જ ટીએમસીની ‘બી’ ટીમ ગણાવી

અત્યાર સુધી એટલે કે 37 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપેલ જયરાજસિંહ ભાજપ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં બોલતા હતાં. તેઓ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા હતાં, જેથી તેઓ છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારની તમામ નીતિઓ અને કાર્ય કરવાની પદ્ધતિઓનો ધરમુળથી વિરોધ કરતાં હતાં. તેજાબી વકતા એવા જયરાજસિંહ ભાજપ સામે ડીબેટમાં પણ છવાઈ જતા હતાં. પણ આજે આજે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા પછી તેમના તેવર અને સૂર (Jayrajsinh on Congress ) બદલાઈ ગયા હતાં. આમ આદમી પાર્ટીને ભાજપની ‘બી’ ટીમ ગણાવનાર જયરાજ પરમાર ભાજપમાં જોડાતાં હવે કોંગ્રેસને જ ટીએમસીની ‘બી’ ટીમ (Congress is TMC B Team : jayrajsinh) ગણાવી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ સરકાર પર ધરણા કરવા બાબતે આકરા પ્રહાર કર્યા

હવે ભાજપના તાયફા નહીં હોય

અગાઉ જ્યરાજસિંહ પરમાર ભાજપ સરકારના શાસનને કુશાસન, અણધડ નિર્ણય અને પ્રજાના પૈસાના માત્ર તાયફા જેવા આક્ષેપો મુકતા હતા. તેઓ હવે ભાજપમાં જોડાયા છે, અને ભાજપને વહાલું કર્યું છે. તે જયરાજસિંહ પરમારે કેસરિયો ધારણ કરતાં જ ભાજપમાં સેવા કરવા આવ્યો છું, એમ કહીને તેમણે તેમનો પરિચય આપ્યો હતો. સી આર પાટીલે પણ કહ્યું હતું કે જયરાજસિંહ સ્પષ્ટવકતા છે. પાર્ટીને સ્પષ્ટ કહેતા હતા અને તેમનો પક્ષ પાર્ટી સમક્ષ રજૂ કરતા હતા. તેવા જયરાજસિંહને ભાજપમાં આવકારું છું. તેમને લાયક તેમને કામ આપવામાં આવશે. તેઓ 37 વર્ષથી કોંગ્રેસમાં (Jayrajsinh on Congress ) હોવા છતાં સેવાકીય કામથી અળગા રહ્યા છે.

ભાજપની સીસ્ટમ સામેનો વાંધો હવે નદારદ

કોંગ્રેસના પ્રવક્તા હતાં ત્યારે જયરાજસિંહ પરમારે એવા નિવેદનો આપ્યા હતાં કે ભાજપ સામે સંધર્ષ નહોતો પણ સરકારની સિસ્ટમ સામે સંધર્ષ છે. એવા નિવેદન પર આજ સવાલ પુછવામાં આવ્યાં કે તમે જે ભાજપ સરકારની જે સીસ્ટમ સામે પ્રહાર કરી રહ્યા હતાં. તો હવે તે જ સીસ્ટમ સાથે કેવી રીતે કામ કરશો. ત્યારે જયરાજસિંહ પરમાર અલગ અલગ રીતે જવાબ (Jayrajsinh Statement on Congress ) આપતા જોવા મળ્યાં હતાં. તે માત્ર ચૂંટણીમાં હારેલા વ્યકિતની બદલવાની જ વાત કરી રહ્યાં હતાં. એક સમયે જે ભાજપ સરકારના નેતા બદલવાની નીતિ પર પ્રહારો કરતા હતાં, તે જ ભાજપ સરકાર જે જીતેલા નેતા બદલી નાખે છે. તેના ગુણ ગાતાં હતાં. અગાઉ પણ હું કોંગ્રેસ પ્રવક્તા હતો ત્યારે અમે ખોટા હોવા છતાં સર્જિકલ સ્ટ્રાઇકના (Jayrajsinh on Congress ) પુરાવા મંગાવ્યા હતાં. ત્યાં હું ખોટો હોઇ શકુ છું. જયરાજસિંહ પહેલાં જે સરકારના કામ કરવા પર સવાલ કરતા આજ તે જ સરકારની કામગીરીના વખાણ કરતા થાકતાં ન હતાં. ખાસ કરીને જે પેજ પ્રમુખ બનાવવાની કામગીરી પર વખાણ કર્યા હતાં.

આ પણ વાંચોઃ પાસને જયરાજ સિંહનો જવાબ, કહ્યું- પાર્ટીને બ્લેકમેઇલ કરવી એ વાત યોગ્ય નથી

ABOUT THE AUTHOR

...view details