ગુજરાત

gujarat

ગુજરાતમાં આગામી 1 માર્ચથી નીચલી અદાલતો શરૂ કરી શકાશે

By

Published : Feb 5, 2021, 6:42 PM IST

હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં આવતા જુદા જુદા જિલ્લાઓના બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત હાઈકોર્ટે પહેલી માર્ચથી નીચલી કોર્ટને પ્રત્યક્ષ સુનાવણી કરવા માટેની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કોર્ટમાં વર્ચુઅલ સુનાવણી જ ચાલી રહી હતી.

In Gujarat, lower courts can be started from March 1: Highcourt
ગુજરાતમાં 1 માર્ચથી નીચલી અદાલતો શરૂ કરી શકાશેઃ હાઈકોર્ટે દિશા-નિર્દેશો સાથે બહાર પાડ્યું જાહેરનામું

  • ગુજરાતમાં પ્રથમ માર્ચથી નીચલી અદાલતો થશે ફિઝિકલી શરૂ
  • હાઈકોર્ટે દિશાનિર્દેશો સાથે બહાર પાડ્યું જાહેરનામું
  • પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજે કોવિડ અધિકારીની કરવી પડશે નિમણુંક

અમદાવાદઃ પ્રત્યક્ષ કોર્ટની મંજૂરી આપતા હાઇકોર્ટે નીચલી અદાલતોને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આવશ્યક ન હોય ત્યાં સુધી ફરિયાદીને પ્રત્યક્ષ બોલાવવા નહીં. આમ આગામી 1 માર્ચથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવે નીચલી અદાલતોમાં પણ પ્રત્યક્ષ સુનવણી થઇ શકશે. આ માટેનું જાહેરનામું હાઇકોર્ટે 5 ફેબ્રુઆરીના રોજ બહાર પાડ્યું છે. જેમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાઇ તે માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસેસ એટલે કે SOP પણ જાહેર કરી છે.

નીચલી અદાલતોને કોરોના માટે નિર્દેશ અપાયા

હાઇકોર્ટે SOPમાં જણાવ્યું છે કે અદાલતના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજે એક કોવિડ અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ અધિકારીની મદદ માટે નીચેના અન્ય સ્ટાફને પણ રાખવાના રહેશે. કોર્ટની અંદર જો ATM હશે તો તે નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનું રહેશે. આ ઉપરાંત કોર્ટની અંદર પ્રવેશ લેવા માટે માત્ર એક જ એન્ટ્રી રાખવાની રહેશે તેમજ પ્રવેશ લેનારા વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તમામ ન્યાયિક અધિકારીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details