ગુજરાત

gujarat

જાણો, જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા છઠ્ઠા દિવસનું મહત્વ

By

Published : Sep 8, 2021, 7:03 AM IST

જૈનોના પર્યુષણ પર્વનો આજે બુધવારે છઠ્ઠો દિવસ છે. પર્યુષણ પર્વના આઠેય દિવસ જૈન ભાઈ-બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરે છે. પ્રવચન સાંભળી અને આત્મ નિરિક્ષણ કરે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા છઠ્ઠા દિવસનું શું છે મહત્વ? જુઓ ETV Bharat પર.

જૈન પર્યુષણ પર્વ
જૈન પર્યુષણ પર્વ

  • જૈન પર્યુષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ
  • ગણધરવાદનો પ્રારંભ થાય છે
  • મહાવીર સ્વામીએ પોતાના જ્ઞાનથી શંકાનું સમાધાન કર્યું

અમદાવાદ- જૈન શ્રાવકો માટે ETVBharat લઈને આવ્યું છે પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે છઠ્ઠા દિવસનું મહત્વ જાણીએ.

આ પણ વાંચો-જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...

મહાવીર સ્વામીએ જ્ઞાનથી શંકા દૂર કરી

રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા ભાઈ-બહેનોને કહ્યું હતું કે, છઠ્ઠા દિવસનું અનેરું મહત્વ હોય છે. ગણધરવાદનો પ્રારંભ થાય છે. મહાવીર સ્વામીના શાસનની સ્થાપના પછી અનેક બ્રાહ્મણો અને પંડિતો તેમની પાસે આવ્યા. બ્રાહ્મણો અને પંડિતોને શંકા થઈ અને મહાવીર સ્વામીએ તેમના જ્ઞાનથી શંકાને દૂર કરી હતી.

રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ

આ પણ વાંચો- જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજે પર્યુષણના ત્રીજા દિવસનું મહત્વ સમજાવ્યું

પ્રેમભર્યો સંવાદ થયો

મહાવીર સ્વામી ઈન્દ્રભુતિ આદિ 11 હજાર સાથે વાદ તો શું થાય, વિવાદ તો શું થાય, એક પ્રેમભર્યો સંવાદ થયો, એવું વર્ણન છઠ્ઠા દિવસે આવે છે. મંગલમય તત્વજ્ઞાનમાં હજારો તત્વજ્ઞાનીઓ સાંભળવા આવે છે. પરમાત્મા મહાવીર જગતના તમામ દર્શનોએ શંકાનું સમાધાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details