ETV Bharat / city

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજે પર્યુષણના ત્રીજા દિવસનું મહત્વ સમજાવ્યું

author img

By

Published : Sep 5, 2021, 11:44 AM IST

Updated : Sep 5, 2021, 1:11 PM IST

જૈનોના પર્યુષણ પર્વનો આજે રવિવારે ત્રીજો દિવસ છે. પર્યુષણ પર્વના આઠેય દિવસ જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરે છે. પ્રવચન સાંભળી અને ભૂલોનું પ્રાયશ્ચિત કરે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા ત્રીજા દિવસનું શું છે મહત્વ? જુઓ ETV Bharat પર.

jain
જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજે પર્યુષણના ત્રીજા દિવસનું મહત્વ

  • જૈન પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ
  • જૈનો માટે આઠ દિવસ સુધી મહાત્મ્ય વાંચો ETV Bharat
  • આત્મ નિરીક્ષણ કરવાનો બોધ આપે છે પર્યુષણ પર્વ

અમદાવાદ: જૈન શ્રાવકો માટે ETV Bharat લઈને આવ્યું છે પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે ત્રીજા દિવસનું મહત્વ જાણીએ...

સાધુ જીવન ખૂબ સંયમી જીવન હોય છે

રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા ભાઈ બહેનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે," ત્રીજા દિવસે દરેક શ્રાવકોએ ચિંતન કરવું જોઈએ. કેટલાય જૈનો કરોડોપતિનો વૈભવ છોડીને સાધુ બની જાય છે. સુખભોગ છોડીને, ખુલ્લા પગે ચાલીને અને લુખુસુખું ખાય છે અને સંયમી જીવન જીવે છે. આવું સાધુનું જીવન જીવવા માટે તમામ લોકો શક્તિમાન હોતા નથી. માટે જૈન ભાઈ બહેનોએ સાધુ જીવનનો અણસાર મેળવવા માટે પૌષધ વ્રત કરવું જોઈએ.

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજે પર્યુષણના ત્રીજા દિવસનું મહત્વ

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ

શક્તિઓનો ઉપયોગ જગતના કલ્યાણ માટે કરવો

જૈન શ્રાવકે ચિંતન કરીને પૌષધ વ્રત વ્રત કરે તે જરૂરી છે. પૌષધ વ્રત વ્રતની રાત્રિએ મૌન ધારણ કરીને આત્મ નિરીક્ષણ કરે કે હું જેવી તેવી વ્યક્તિ નથી. મારામાં અનંત શક્તિઓ ભરી પડી છે. આ શક્તિઓને જગતમાં હું કેવી રીતે વિસ્તારુ? અને જગતના કલ્યાણમાં તેનો ઉપયોગ કેવી રીતે કરું, તેનો વિચાર કરવો જોઈએ. આ ત્રણ દિવસના વ્યાખ્યાનને અઠ્ઠાઈ વ્યાખ્યાન કહેવાય છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાની માર્યા ગયા

Last Updated :Sep 5, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.