ETV Bharat / city

જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...

author img

By

Published : Sep 3, 2021, 3:28 PM IST

જૈન શ્રાવકો માટે Etv Bharat લઈને આવ્યું છે પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે પ્રથમ દિવસનું મહત્વ જાણીએ...

Jain Paryushan Parva
Jain Paryushan Parva

  • જૈન પર્યુષણ પર્વનો મંગળ પ્રારંભ
  • જૈનો માટે આઠ દિવસ સુધી મહાત્મ્ય દર્શાવશે Etv Bharat
  • આત્માની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પર્યુષણ પર્વ

અમદાવાદ: જૈનોના પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ આઠ દિવસ ચાલશે. તે દરમિયાન જૈન ભાઈ- બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરશે, પ્રવચન સાંભળશે અને એકબીજાની માફી માંગશે. પર્યુષણ પર્વના આજના પાવન એવા પ્રથમ દિવસનું શું છે મહત્વ ? જુઓ Etv Bharat પર...

જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ

પાંચ કર્તવ્યનું પાલન કરવું જોઈએ

રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharat ના જૈન શ્રોતા ભાઈ- બહેનોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં આત્માની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પર્યુષણનું પર્વને ઉજવવામાં આવે છે. પર્યુષણ પર્વ આઠ દિવસનું હોય છે. તેનો આજે 3 સપ્ટેમ્બર, 2021 ને શુક્રવારથી પ્રારંભ થયો છે. શાસ્ત્રોના નિર્દેશ અનુસાર પાંચ વર્ષથી લઈને 95 વર્ષના જૈનોએ શુક્રવારથી ઉપવાસનો આરંભ કર્યો છે. આ આઠ દિવસ પરમાત્માના પ્રવચનનું શ્રવણ કરવું જોઈએ.

અહિંસાનું પ્રવર્તન કરવુ જોઈએ

પર્યુષણ પર્વના પ્રથમ દિવસે પાંચ કર્તવ્યનું આપણે પાલન કરવું જોઈએ. પ્રથમ આપણે અહિંસાનું પ્રવર્તન કરવું જોઈએ. બીજુ ધર્મ કરતાં હોય અને ધર્મનું આચરણ કરતાં હોય તેમને સહાયની જરૂર હોય તો તેમને સહાય કરવી જોઈએ. ત્રીજુ ઓછામાં ઓછી શક્તિ હોય તો ત્રણ દિવસના ઉપવાસ કરવા જોઈએ. ચોથુ જાણે અજાણે અપરાધભાવ થઈ ગયો હોય તો મિચ્છામી દુક્ડમ કહીને માફી માંગવી જોઈએ અને છેલ્લે પાંચમુ જૈન ધર્મના સ્થાનોમાં જઈને જૈન ધર્મગુરુ કે કોઈપણ ગુરુભગવંતના આશિર્વાદ મેળવવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.