ગુજરાત

gujarat

હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી

By

Published : Aug 21, 2020, 4:26 PM IST

હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી
હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી ()

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં અધ્યક્ષની નિમણૂક કરવાની માગ સાથે દાખલ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે યોગ્ય પગલાં લઇ ખાલી પદ ભરવાનો આદેશ કર્યો છે.

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રેરા એક્ટની સેક્શન 45 પ્રમાણે એપેલેટ ટ્રીબ્યુનલમાં અધ્યક્ષ અને અન્ય બે સભ્યોમાંથી જેમાંથી એક વ્યક્તિ જ્યૂડીશયલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવે છે તેની નિમણુક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી
હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રિયલ એસ્ટેસ્ટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત હાઇકોર્ટ યોગ્ય નિર્દેશ આપે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે વહેલી તકે નિમણૂક કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી
આ મુદ્દે રાજ્ય સરકાર તરફે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ સભ્યોની પસંદગી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે. અધ્યક્ષ પદ માટે પણ પ્રક્રિયા હાલ ચાલુ છે. ટ્રીબ્યુનલ માટે પૂરતી જગ્યા પણ ફાળવવામાં આવશે તેવી સરકાર વતી રજૂઆત કરાતાં હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details