ગુજરાત

gujarat

છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન

By

Published : Jul 6, 2022, 11:19 AM IST

છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન

રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી (Heavy rains forecast in Gujarat) કરી છે. ત્યારે આજે વહેલી સવારે જ બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો (Heavy Rain in Gujarat on Wednesday) હતો. તો આવો જોઈએ રાજ્યમાં અન્ય ક્યાં અને કેટલો વરસાદ પડ્યો.

અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી (Heavy rains forecast in Gujarat) કરી છે. તેવામાં આજે વહેલી સવારે જ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain in Gujarat on Wednesday) પડ્યો હતો. તેના કારણે વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં (Drivers and locals in trouble) મૂકાયા હતા. જ્યારે બનાસકાંઠામાં શેરીઓમાં ઘૂંટણસમા પાણી ઘૂસી જતાં લોકો હેરાન થઈ રહ્યા છે.

વાહનચાલકો અટવાયા

બનાસકાંઠાની સ્થિતિ -બનાસકાંઠામાં વહેલી સવારથી જ મેઘમહેર (Heavy Rain in Banaskantha) જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અહીં દાંતામાં 72 મીમી, વડગામમાં 40 મીમી, ડીસામાં 25 મીમી, લાખણી 20 મીમી, સુઈગામમાં 36 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય જિલ્લાના અન્ય તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

પાટણમાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

સાબરકાંઠામાં વરસાદની સ્થિતિ -અહીં ગઈ રાત્રિએ સાર્વત્રિક વરસાદ (Heavy Rain in Sabarkantha) પડ્યો હતો. તેના કારણે હાથમતી નદીમાં નવા નીર આવ્યાં છે. એટલે સ્થાનિકો હરખાઈ ગયા છે. બીજી તરફ નવા નીરના આગમનથી ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. હાથમતી નદી વહેતી થતા ગંદકીમાંથી છૂટકારો મળશે. તો આ તરફ હિંમતનગરમાં ગઈકાલે રાત્રે 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેના કારણે નેશનલ હાઈવે નંબર 8 પર મોટા ખાડા પડ્યા હતા. જ્યારે વાહનચાલકો પણ તેના કારણે પડી ગયા હતા. જોકે, કોઈ જાનહાની નથી થઈ.

બનાસકાંઠામાં ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી

આ પણ વાંચો-આ જિલ્લામાં ક્યાં સુધી રહેશે ઓરેન્જ એલર્ટ, જૂઓ

કોઝવે ધોવાયો - આ ઉપરાંત જાંબુડીથી કુંપ પાસે હાથમતી નદીમાં નવા નીર આવતા કોઝ-વે ધોવાઈ ગયો હતો. તેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી. જ્યારે 7 જેટલા ગામોમાં અવરજવર સર્જાઈ શકે છે. જાંબુડીથી ગાંભોઈ જવા માટે આ રોડ મહત્વનો માનવામાં આવે છે. જ્યારે વરસાદના કારણે સ્થાનિકોમાં ભારે હેરાનગતિ જોવા મળી છે.

વડોદરામાં વરસાદની સ્થિતિ

આ પણ વાંચો-દ્વારકાધીશ મંદિરમાં હવે શા માટે ધ્વજાજીને અડધી કાંઠીએ ચડાવાશે... જાણો કારણ

દ્વારકામાં મેઘરાજાની બેટિંગ -જિલ્લામાં થોડા સમયના વિરામ પછી ધોધમાર વરસાદ (Heavy Rain in Dwarka) શરૂ થયો હતો. અહીં કલ્યાણપૂર પંથકમાં વરસાદ પડ્યો હતો. રાવલ ગામને સૂર્યાવદર સાથે જોડતો સ્ટેટ હાઈ-વે બંધ થઈ ગયો છે. તો સ્ટેટ હાઈવેના પૂલ પર પાણી ભરાતા વાહનવ્યવહારને મોટી અસર થઈ છે. રાવલ ગામથી સૂર્યાવદર તરફ જતા લોકો પાણી ભરાયેલા પૂલ પર જોખમી રીતે સવારી કરી રહ્યા છે. બીજી તરફ રાવલ પંથકના ખેતરોમાં કેળસમા પાણી ભરાઈ ગયા છે. જ્યારે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો ખેતરમાં નાની હોડી ચલાવી પસાર થવું પડ્યું હતું. તો ખેતરોમાં પાણી ભરાતા રાવલ વિસ્તારમાં મગફળીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન -અહીં વહેલી સવારથી જ ભૂજમાં વરસાદી માહોલ (Heavy Rain in Kutch) જામ્યો હતો. તાલુકામાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ સાથે જ સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વડોદરામાં વરસાદની સ્થિતિ -વડોદરામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો, વડોદરામાં 5 મીમી, કરજણમાં 2 મીમી, ડભોઇમાં 5 મીમી, ડેસરમાં 6 મીમી, પાદરામાં 6 મીમી, વાઘોડિયામાં 27 મીમી, સાવલીમાં 10 મીમી અને શિનોર 3 મીમી વરસાદ ખાબક્યો હતો.

પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ -જિલ્લામાંછેલ્લા 24 કલાકમાં પડેલા (Heavy Rain in Patan) વરસાદની વાત કરીએ તો, સિદ્ધપુરમાં 70 મીમી, પાટણમાં 40 મીમી, સરસ્વતીમાં 35 મીમી, રાધનપુરમાં 14 મીમી, સાંતલપુરમાં 14 મીમી, હારીજમાં 12 મીમી, ચાણસ્મામાં 9 મીમી, શંખેશ્વરમાં 7 મીમી, સમીમાં 6 મીમી વરસાદ પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details