ગુજરાત

gujarat

રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા, સારી કોલજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

By

Published : Aug 6, 2021, 3:42 PM IST

આજે રાજ્યભરમાં 12 સાયન્સના વિદ્યાર્થિઓ માટે ગુજકેટની પરિક્ષા યોજાઈ હતી. અગાઉ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, પરંતુ હવે કેસ નિયંત્રણમાં આવતા આજે શુક્રવારે ગુજકેટની પરિક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજકેટની પરીક્ષાના 50 ટકા માર્ક્સ વિદ્યાર્થીઓને કોલેજમાં ફાર્મસી અને એન્જીન્યરીંગના એડમિશન માટે ગણવામાં આવશે.

રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા
રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા

  • રાજ્યભરમાં આજે શુક્રવારે ગુજકેટની પરિક્ષા યોજાઈ
  • માસ પ્રમોશન મળતા વિદ્યાર્થીઓએ ગુજકેટ માટે તૈયારી કરી
  • કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજાઈ હતી પરીક્ષા

અમદાવાદ: આજે શુક્રવારે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જમાં અંદાજે 1.17 લાખથી વધારે લોકો પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષા માટે તમામ કેન્દ્રો પર કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન થતો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરીને જ તેમને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જ્યારે કોરોનાને કારણે એક ખંડમાં 30ની જગ્યાએ 20 વિદ્યાર્થીઓને જ બેસવા દેવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા

સારી કોલેજમાં એડમિશન મળે તે માટે મહેનત કરી: વિદ્યાર્થી

પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તૈયારી સારી કરી છે પરંતુ બોર્ડની પરીક્ષા આપી નથી. જેથી થોડું પ્રેશર છે. જેમાં માસ પ્રમોશન અગાઉ પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ ગુજકેટ માટે થોડી વધુ તૈયારી કરી છે. સારી કોલેજમાં એડમિશન મળે તે લક્ષ્ય સાથે તૈયારી કરી છે. પેપર પર આધાર છે. ત્યારે વધુમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષા તો રદ થઈ હતી. કોલેજમાં એડમિશન માટે ગુજકેટ મહત્વની પરિક્ષા છે. બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી હતી પરંતુ ગુજકેટ માટે તેના કરતાં વધુ તૈયારી કરી છે. 120માંથી 100 ઉપરનો ટાર્ગેટ છે. જેથી સરકારી કોલેજમાં એડમિશન મળી શકે.

તમામ નિયમો સાથે પરીક્ષાનું કરાયું છે આયોજન: આચાર્ય

કે. આર. રાવલ સ્કૂલના આચાર્ય સમીર રાવલે જણાવ્યું હતું કે, સ્કૂલમાં બોર્ડે આપેલી સૂચના અને ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા છે. તમામ રૂમને પરીક્ષાના એક દિવસ અગાઉ જ સેનેટાઈઝ કરવામાં આવી હતી. બાળકો માટે માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે 30 વિદ્યાર્થીઓને એક વર્ગમાં બેસાડવામાં આવતા હતા. તેની જગ્યાએ આ વર્ષે 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. તમામ નિયમોના પાલન સાથે પરીક્ષા યોજવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details