ગુજરાત

gujarat

રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

By

Published : Jul 9, 2022, 10:51 AM IST

Updated : Jul 9, 2022, 12:20 PM IST

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ (Meteorological Department Rain Forecast) ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આવો જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

ડેસ્ક ન્યુઝ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન (Heavy Rain in Gujarat) થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દ્વારકા, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે (Meteorological Department Rain Forecast) 10 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

કચ્છમાં વરસાદી માહોલ -મોડી રાત્રીથી કચ્છના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં વરસાદની વાત કરીએ તો, અંજાર 45MM, અબડાસા 49 મીમી, ગાંધીધામ 15 મીમી, નખત્રાણા 69 મીમી, ભુજ 110 મીમી, મુન્દ્રા 92 મીમી, માંડવી 114 મીમી, રાપર 08 મીમી અને લખપત 79 મીમી વરસાદ નોંધાયો હતો.

વડોદરામાં વરસાદી માહોલ -વડોદરામાંછેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે. વડોદરા 3 મીમી, કરજણ 34 મીમી, ડભોઇ 37 મીમી, ડેસર 18 મીમી, પાદરા 4 મીમી, વાઘોડિયા 11 મીમી, સાવલી 7 મીમી અને શિનોર 38 મીમી વરસાદ નોંધાયો હતો.

નર્મદામાં વરસાદી માહોલ - રાજ્યમાં સારા વરસાદના કારણેસરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો છે. ઉપરવાસમાંથી પાણી આવક 8558 ક્યુસેક સામે આવી રહી છે. તો હાલ નર્મદા ડેમ 114.38 મીટર ધીમેધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8409 ક્યુસેક પાણી નોંધાયું છે.

નદીઓ થઈ ગાંડીતુર

અમદાવાદમાં વરસાદી માહોલ - અમદાવાદશહેરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ગઈકાલ સવારથી સામે આવી હતી. અમદાવાદના કાલુપુર, દરિયાપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ સાથે વિઝીબ્લીટી ડાઉન થઈ હતી. અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો ઉસ્માનપુરામાં અડધા દિવસમાં 9 ઈંચ, વિરાટનગર 6 ઈંચ, ચકુડીયા 6 ઈંચ, ઓઢવમાં 4.5 ઈંચ, અમદાવાદના મેમ્કોમાં 4.5 ઇંચ, દૂધેશ્વર 4 ઇંચ, મ્યુનિ.કોર્પોરેશનમાં 4 ઈંચ, મણિનગર 3.5 ઇંચ, ચાંદખેડામાં 3 ઈંચ, પાલડી 3 ઈંચ, બોડકદેવમાં 3 ઈંચ, સરખેજમાં 2.5 ઇંચ, સાયન્સ સિટીમાં 2 ઈંચ વરસાદથી પાણી પાણી અને ગોતામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરતમાં વરસાદી માહોલ -સુરત જિલ્લાની (Gujarat Weather Prediction) વિગતવાર વાત કરીએ તો ઉમરપાડા 5 ઇંચ, ઓલપાડ 14 મીમી, કામરેજ 1.2 ઇંચ, ચોર્યાસી 1 ઇંચ, પલસાણા 3.8 ઇંચ, બારડોલી 4.32 ઇંચ, મહુવા 6.52 ઇંચ, માંગરોળ 1.1 ઇંચ, માંડવી 4.12 ઇંચ અને સુરત સીટી 4.8 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :Rain in Surat : સુરતમાં ધોધમાર વરસાદને લઈને નદીઓ બની ગાંડીતુર

દ્વારકામાં વરસાદી માહોલ -દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે. ખંભાળિયા 4.75 ઇંચ, દ્વારકા 6 ઇંચ, કલ્યાણપુર 5.75 ઇંચ, ભાણવડ 4 ઇંચ, છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે સમગ્ર દ્વારકા જિલ્લો થય ગયો છે પાણીમાં તરબોળ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ ચેક ડેમો તેમજ નદી નાળા છલકાઈ ગયા છે તો જિલ્લાના તમામ મોટા ડેમો માં વ્યાપક પ્રમાણમાં નવા નીર આવ્યા છે.

મહિસાગરમાં વરસાદની આગાહી -મહિસાગર જિલ્લામાં 24 કલાકમાં લુણાવાડા 15 મીમી, બાલાસિનોર 16 મીમી, સંતરામપુર 73 મીમી, કડાણા 24 મીમી, વિરપુર 03 મીમી અને ખાનપુર 06 મીમી નોંધાયો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ મળીને 967 મીમી વરસાદ નોંધાયો

નવસારીમાં વરસાદી માહોલ - જિલ્લામાં 24 કલાક ખેરગામ 121 મીમી, ગણદેવી 88 મીમી, ચીખલી 151 મીમી, જલાલપોર 74 મીમી, નવસારી 105 મીમી, વાંસદામાં 186 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ સાંજે 6 વાગ્યાથી નવસારી જિલ્લામાં વરસાદનું જોર નરમ પડ્યું હતું.

રાજકોટ વરસાદી માહોલ - રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો ઉપલેટા, કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજી, પડધરી, લોધીકા અને વિંછીયામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં હાલ સૌથી ઓછો વિંછીયામાં 83 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ જામકંડોરણામાં 37 મીમી વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

ધોધમાર વરસાદની આગાહી -ગુજરાતમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ પડ્યો છે. તો દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી આપવામાં આવી રહી છે.

Last Updated : Jul 9, 2022, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details