ગુજરાત

gujarat

ગુજરાત હાઈકોર્ટે હત્યાના આરોપીના ત્રણ સપ્તાહના પેરોલ મંજૂર કર્યા

By

Published : Jul 22, 2020, 10:49 PM IST

હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી 25 વર્ષની સજા કાપી રહ્યો છે, ત્યારે તેના પુત્રને ન્યૂમોનિયા થતા તેના દ્વારા પેરોલ માટે રિટ દાખલ કરવામાં આવી હતી જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીના ત્રણ સપ્તાહ સુધીના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.

હત્યાના આરોપીના હાઈકોર્ટે ત્રણ સપ્તાહના પેરોલ મંજૂર કર્યા
હત્યાના આરોપીના હાઈકોર્ટે ત્રણ સપ્તાહના પેરોલ મંજૂર કર્યા

અમદાવાદ: વર્ષ 1993માં ટ્રાયલ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં આરોપી જાવેદખાનને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં 24 વર્ષ અને ત્રણ મહિનાની સજા તેમણે કાપી લીધી છે. તેમના પુત્રને ન્યૂમોનિયા થઈ ગયો હોવાથી તેના માટે પૈસાની વ્યવસ્થા અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે આરોપી તરફથી 30 દિવસની પેરોલની માગ કરવામાં આવી હતી. આથી હાઈકોર્ટે મેડિકલ પુરાવા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને પેરોલ મંજૂર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details