ગુજરાત

gujarat

Gujarat Corona Update : કોરોના કેસ વધારો થતાં આટલા વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

By

Published : Jul 8, 2022, 9:50 AM IST

રાજ્યમાં કોરોનાની ચોથી લહેરને (Gujarat Corona Update) લઈને ભણકારા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના (Corona Positive Cases) કેસના કારણે કેટલાક વિસ્તારો માઈક્રો  કન્ટેન્ટમેન્ટ   ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ક્યાં ક્યાં વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન (Micro Containment Zone in Ahmedabad) જાહેર કરવામાં જાણો.

Gujarat Corona Update : કોરોના કેસ વધારો થતાં આટલા વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
Gujarat Corona Update : કોરોના કેસ વધારો થતાં આટલા વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ગોકળગાય (Gujarat Corona Update) જેમ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં નહિવત વધારો જોવા મળતો હતો. પરંતુ આચનક કેસમાં (Corona Positive Cases) ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કુલ નવા 309 કેસ સામે આવ્યા છે. જેમાં 40 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારોને લઈને કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

કોરોના કેસ વધારો થતાં આટલા વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

આ પણ વાંચો :Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધતા સ્થિતિ વણસી રહી છે, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દી સારવાર હેઠળ -અમદાવાદમાં રથયાત્રા બાદ ફરી એકવાર કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે શહેરમાં 309 જેટલા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. જેના કારણે ન્યુ રાણીપ, સાઉથ બોપલ, સરખેજ અને નવરંગપુરા સહિતના વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર (Micro Containment Zone in Ahmedabad) કરવામાં આવ્યા છે. SVP, સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં થયો બદલાવ, જાણો આજના કોરોનાના કેસ વિશે...

એક ઘરમાં 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ - અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટની અધ્યક્ષતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વધતા જતા કોરોના કેસને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એક પરિવારમાંથી 3 લોકો (Ahmedabad Corona Case) કોરોના પોઝિટિવ આવ્યા તો તે ઘરને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કોર્પોરેશન દ્વારા ગીતામંદિર ના સ્ટેન્ડ, કાલુપુર રેલવે સ્ટેશન જેવી ભીડભાડ વાળી જગ્યા પર રોજનું અંદાજે 3000 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details