ગુજરાત

gujarat

Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં

By

Published : Aug 18, 2022, 4:17 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જાહેરાત ભલે નથી થઇ પણ આમ આદમી પાર્ટી તેના ઉમેદવારોની ઘોષણા કરી રહી છે. આપ દ્વારા પહેલાં જ એક ઉમેદવાર યાદી જાહેર થઇ ગઇ છે ત્યાં આજે આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર જાહેર કરાયાં છે. આજે જાહેર થયેલાં 9 ઉમેદવારોમાં કોણ કોણ ખાટી ગયું છે તે જાણો અહેવાલમાં. Aam Aadmi Party announced 9 candidates Aam Aadmi Party candidates second list Arvind Kejriwal Gujarat Assembly Election 2022

Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં
Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી અગાઉ જાહેર કરવામાં આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પહેલા આપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બીજી યાદીમાં નવ ઉમેદવારો આપ દ્વારા જાહેર કરાયા છે.

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં જીતનો પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો

9 ઉમેદવાર જાહેર કર્યાંપ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની ચાર મધ્ય ગુજરાતની બે ઉત્તર ગુજરાતની ત્રણ અને દક્ષિણ ગુજરાતમાં એક બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે વધુ 9 ઉમેદવારોની પણ હવે જાહેરાત કરવામાં આવી છે.

નિમિષાબેન ખૂંટ, ભરતભાઈ વાખડા, વિપુલ સખીયા, વિક્રમ સોરાણી, પ્રકાશ કોન્ટ્રાક્ટર, કરશનભાઈ કરમુર, પીયૂષ પરમાર, રાજુભાઈ કરપડા અને જે જે મેવાડા

કોણ કોણ છે ઉમેદવાર યાદીમાં આજે જાહેર થયેલી નવ ઉમેદવારોની યાદીમાં જોઇએ તો નિમિષાબેન ખૂંટ ગોંડલથી ચૂંટણી લડશે. ભરતભાઈ વાખડા દેવગઢ બારીયાથી વિપુલ સખીયા ધોરાજીથી વિક્રમ સોરાણી વાંકાનેરથી પ્રકાશ કોન્ટ્રાક્ટર સુરત ચોર્યાશીથી, કરશનભાઈ કરમુર જામનગર ઉત્તરથી પીયૂષ પરમાર માંગરોળથી રાજુભાઈ કરપડા ચોટીલાથી અને જે જે મેવાડા અસારવાથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતારાયાં છે.

આ પણ વાંચો AAPએ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગૃહ રાજ્યપ્રધાનને માર્યો ટોણો

લોકો ભરોસો મૂકી રહ્યાં છેઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત થઈ રહી છે.અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટીઓ આપવામાં આવી છે તેના ઉપર લોકો ભરોસો મૂકી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે હવે ગુજરાતમાં પણ કરી બતાવશે. જ્યારે પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે ભાજપના લોકોએ સારો નિર્ણય જણાવ્યો હતો.

આ પણ વાંચો પોલીસની દીકરીએ કેજરીવાલને પત્ર લખી ઠાલવી વ્યથા, મહિલાઓને આપી આ ગેરેન્ટી

ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવી પણ ચૂંટણી લડશેવિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવામાં આવશે. ત્યારે આમ આદમી પાર્ટી 182 બેઠકો પરથી ચૂંટણી લડશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતા સૌથી પ્રથમ આપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. Aam Aadmi Party announced 9 candidates Aam Aadmi Party candidates second list Arvind Kejriwal Gujarat Assembly Election 2022

ABOUT THE AUTHOR

...view details