ગુજરાત

gujarat

મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા

By

Published : Jun 5, 2022, 1:09 PM IST

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીના જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની (Friend Killed Friend) ધરપકડ કરાઈ છે. ધંધા માટે લીધેલા 4 કરોડની લેતિદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા
મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા

અમદાવાદ: એક વેપારીના જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરાઈ છે. ધંધા માટે લીધેલા 4 કરોડની લેતિદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકે રૂપિયા પરત કરવામાં વિલંબ કરતા જ તેના જન્મદિવસે મિત્રએ હત્યા (Friend Killed Friend) કરી નાખી હતી.

મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા

આ પણ વાંચો:ડીસાના ગાયત્રીનગર સોસાયટીમાં 500 રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા

હત્યાનો ગુનો નોંધી કરી ધરપકડ :ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલ મિત્રએ જ મિત્રની હત્યા કરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી હતી. આ બિલ્ડીંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો 30 મેં ના રોજ જન્મદિવસ હતો. કમલેશ પોતાની ઓફિસમાં હતા, ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ રૂપિયા 4 કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો. કમલેશને કંપનીના કર્મચારીની હાજરીમાં મૂઢ માર માર્યો હતો. કમલેશ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ હતા સારા મિત્રો :જ્યારે મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ બન્ને 10 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને સારા મિત્રો હતા. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો. જેથી છેલ્લા 7 વર્ષથી કમલેશ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાંકીય વ્યવહાર ચાલતા હતા. રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશએ જાન્યુઆરી 2022 માં વેલ્ટોસા કપની શરૂ કરી હતી અને રૂપિયા 2 લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશએ 6 કરોડ લીધા હતા. 4 કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે 2 કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો હતો. મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને સગીર પિતાએ પોતાના બાળકનું અપહરણ કર્યું ને પછી...

જન્મદિવસ પર મિત્રએ મોતની આપી ગિફ્ટ :જ્યારે હત્યાના દિવસે એટલે કે 30 મેંના રોજ કમલેશ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી હતી. હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કારણના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.

ABOUT THE AUTHOR

...view details