ગુજરાત

gujarat

રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ

By

Published : Jul 4, 2021, 4:45 PM IST

ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા ( 144th Jagannathji Rathyatra ) નીકળવાનો નિર્ણય કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, ત્યારે પોલીસે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રેપિડ એક્શન ફોર્સ ( Rapid Action Force )ને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

Foot patrolling for 144th Jagannathji Rathyatra
રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ

  • રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામા આવ્યું
  • રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનોને શામેલ કરાયા
  • રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામા આવી રહ્યું છે

અમદાવાદ :ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા ( 144th Jagannathji Rathyatra ) ને લઈને છેલ્લા કેટલાક દિવસથી પોલીસના જવાનો અને SRP ( State Reserve Police )ની ટુકડી તેમજ રેપિડ એક્શન ફોર્સ ( Rapid Action Force ) દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે રવિવારે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ચેકિંગ પણ કરાયું હતું, આ ફૂટ પેટ્રોલિંગમાં 30 જેટલા પોલીસ જવાનો અને 50 જેટલા રેપીડ એક્શન ફોર્સના જવાનો શામેલ થયા હતા. પોલીસ દ્વારા રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ

આ પણ વાંચો:અમદાવાદમાં કરફ્યુ સાથે નીકળી શકે રથયાત્રા ?, જાણો શું છે સંભાવના....

રથયાત્રા કાઢવા માટે પોલીસ સજ્જ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રેપિડ એક્શન ફોર્સની 3 ટુકડી અમદાવાદમાં રથયાત્રાને લઈને ઉતારવામાં આવી છે. આ ઉપરાંત, SRPની 2 ટુકડી ઉતારવામાં આવી છે. જ્યારે, રથયાત્રા કાઢવા માટે પોલીસ પુરી રીતે સજ્જ છે.

આ પણ વાંચો:રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB

ભક્તોને રથયાત્રામાં જોડાવા મનાઈની શક્યતા

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને લઈને 7 જુલાઈએ મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં રથયાત્રા કાઢવાને લઈને મહત્વનો નિર્ણય આવી શકે છે, ત્યારે માત્ર થોડા ખલાસીઓ, મંદિરના પૂજારી, મહંતો અને ટ્રસ્ટીઓ તેમજ પોલીસ જવાનો સાથે રથયાત્રા કાઢવામાં આવી શકે છે. આ ઉપરાંત, ભક્તોને રથયાત્રામાં જોડાવા માટે મનાઈ કરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details