ગુજરાત

gujarat

filmy Crime story: અમદાવાદમાં ફિલ્મી કહાની 'એક થી બેગમ' જેવી બની ઘટના, રિવોલ્વર-કાર્ટિજ સાથે મહિલાની ધરપકડ

By

Published : Dec 1, 2021, 10:45 AM IST

ફિલ્મી કહાની 'એક થી બેગમ' જેવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch Ahmedabad) એક થી બેગમની રિવોલ્વર, કાર્ટિજ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરવામાં આવી છે.

filmy Crime story in Ahmedabad: ફિલ્મી કહાની એક થી બેગમ જેવી ઘટના અમદાવાદમાં બની
filmy Crime story in Ahmedabad: ફિલ્મી કહાની એક થી બેગમ જેવી ઘટના અમદાવાદમાં બની

  • ફિલ્મી સ્ટોરી એક થી બેગમની જેવી જ ઘટના અમદાવાદમાં સામે આવી
  • મહિલાના ઘરેથી ઇમ્પોર્ટડ રિવોલ્વર અને કાર્તિઝ , સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરીના મળી આવ્યા
  • ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી

અમદાવાદ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch Ahmedabad ) ગીરફતમાં આવેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોર્તેડ કાર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના, મોબાઈલો અને તમામ મુદ્દામાલ ચોરીનો (Theft By Woman) છે. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન નં 314/2માં સર્ચ કરતા ક્રાઇમ.બ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કાર્ટિઝ, સોનાનો હાર અને અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ 11 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઇમ.બ્રાન્ચની ટીમે મહિલા આરોપીની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરી
અમદાવાદ ક્રાઇમ.બ્રાન્ચની (Crime Branch Ahmedabad ) ટીમે મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે. ઈમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કાર્ટિઝ મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમારે આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા મૃતક સાસુ અને દિયર ઘરફોડ ચોરી કરતા હતા અને આ ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ મહિલા આરોપીને સાચવવા માટે આપ્યો હોવાનું પોલીસ સામે કબુલાત કરી હતી. તેમાં સાસુ શોભા પરમાર 2003માં અને દિયર 2010માં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 10 વર્ષથી રિવોલ્વરઅને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગી
ત્યારે મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર, સોનાના હાર અને 7 મોબાઈલ અંગે તાપસ હાથ ધરી હતી. જેમાં કુબેર નગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉચાભવે વેચવાના ઇરાદેથી મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે? એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર નંબર પરથી મૂળ માલિકની સુધી પહોંચવા માટેની તૈયારીઓ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદઃપોલીસ બનવા માંગતો યુવક ચઢ્યો ચોરીના રવાડે, લાખોની ચોરીને આપ્યો અંજામ

ABOUT THE AUTHOR

...view details