ગુજરાત

gujarat

રાજ્ય સરકારનો નિર્ણય: ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી

By

Published : Jul 6, 2021, 8:59 PM IST

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની પાક અંગેની ચિંતામાં વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાને જાહેરાત કરી છે કે ખેડૂતોને 10 ક્લાક વીજળી આપવામાં આવશે. જેથી ગુજરાતના ખેડૂતોને સિંચાઇના પાણીની કોઇ સમસ્યા ન રહે.

સરકાર હવે ખેડૂતો 10 કલાક વીજળી આપશે
સરકાર હવે ખેડૂતો 10 કલાક વીજળી આપશે

  • ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવશે
  • સીએમ વિજય રૂપાણી કરી જાહેરાત
  • 7 જુલાઈથી આપવામાં આવશે 8 કલાક વીજળી

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ હજી 15 દિવસ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જ્યારે રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને ખેડૂતોની ચિંતામાં ઘટાડો કરવા વધુમાં વધુ પાણી છોડવા માટે અને વધુ વીજળી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યના ખેડૂતોને હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળીની સુવિધાઓ આપવામાં આવશે.

10 કલાક આપવામાં આવશે વીજળી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં વરસાદ કે જવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ પાણી માટેની સમસ્યા ન રહે તે હેતુ ગુજરાત 7 જુલાઈ બુધવારથી ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવામાં આવશે હાલ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે. તેમાં બે કલાકનો મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. આમ કુલ 10 કલાક વીજળી રાજ્યના ખેડૂતોને પ્રાપ્ત થશે

પાણીની સમસ્યા યથાવત
વધુમાં વાત કરવામાં આવે તો 5 જુલાઇના રોજ બનાસકાંઠાના ખેડૂત આગેવાનો પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ તેઓ રજૂઆત કરી શક્યા ન હતા. રાજ્ય સરકારે હજી સુધી પાણી છોડવા બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય કર્યો નથી ત્યારે પાણી વગર પણ ખેડૂતોના પાક નિષ્ફળ જવાની શક્યતાઓ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજ્યમાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે.

વરસાદ ખેંચાયો માટે સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝન 10 દિવસ પહેલા શરૂઆત થઇ હતી પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વરસાદના અમી છાંટણા પણ નોંધાયા નથી ત્યારે હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યમાં 10થી 15 દિવસ સુધી વરસાદ નહીં પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ, રાજ્યમાં વરસાદ 10 દિવસ પાછો ખેંચાયા હોવાના કારણે રાજ્ય સરકારે ખેડૂતોને 10 કલાક વિજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કિશાન સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડાશે

ABOUT THE AUTHOR

...view details