ગુજરાત

gujarat

યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને રેશન કિટનું વિતરણ

By

Published : Jun 14, 2021, 9:34 AM IST

'યુનાઇટેડ વે ઓફ અમદાવાદ' સંસ્થા દ્વારા આજે દિવ્યાંગોને રાસન કીટનું અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો હેતુ 2,000 દિવ્યાંગ પરિવાર સો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો છે. કિટમાં ખાદ્ય પદાર્થો ઉપરાંત દૈનિક જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને રાસન કિટનું વિતરણ
યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને રાસન કિટનું વિતરણ

  • રાસન કીટનું વસ્ત્રાપુર ખાતે વિતરણ કરવામાં આવ્યું
  • કોરોન કાળમાં પહેલા કરતાં પાંચ થી છ ગણી મદદની જરૂરત
  • ગુજરાતમાં મહાજન પરંપરા રહી છે અને તેને જાળવવી જરૂરી

અમદાવાદ: પાછલા દોઢ વર્ષથી વિશ્વ સમક્ષ કોરોનાની મોટી આફત આવીને ઉભી છે. ભારતમાં પણ આ આફતનો અંત દેખાતો નથી. ત્યારે સામાન્ય માણસોની નોકરીઓ પણ જઈ રહી છે, લોકો બેકાર બની રહ્યા છે. આજીવિકાના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જો સામાન્ય માણસ પરેશાન હોય તો દિવ્યાંગો વધુ પરેશાન હોય તે સ્વાભાવિક છે. તેને ધ્યાનમાં રાખીને સામાજિક જવાબદારી નિભાવવા અને દિવ્યાંગોને મદદરૂપ થવા 'યુનાઇટેડ વે ઓફ અમદાવાદ' સંસ્થા દ્વારા આજે દિવ્યાંગોને રાસન કીટનું અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.

અનેક સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે

આ સંસ્થાનો હેતુ 2,000 દિવ્યાંગ પરિવાર સો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો છે. કિટમાં ખાદ્ય પદાર્થો ઉપરાંત દૈનિક જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થાના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લેહરની ચિંતા છે. ત્યારે અનેક સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. ગુજરાતમાં મહાજન પરંપરા રહી છે અને તેને જાળવવી જરૂરી છે. કારણ કે, કોરોન કાળમાં પહેલા કરતાં પાંચ થી છ ગણી મદદની જરૂર છે.

યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને રાસન કિટનું વિતરણ

આ પણ વાંચો:સ્વયં સૈનિક દળ દ્વારા રાજુલાના અસરગ્રસ્ત ગામોમાં રાશનનું કીટ વિતરણ

યુનાઇટેડ વે અમદાવાદની દોઢ વર્ષ પહેલા સ્થાપના થઈ હતી

સંસ્થાના ટ્રસ્ટી અનિલ પારેખે જણાવ્યું હતું કે, યુનાઇટેડ વે અમદાવાદની દોઢ વર્ષ પહેલા સ્થાપના થઈ હતી. આ સંસ્થા ત્રણ ક્ષેત્રો આરોગ્ય, શિક્ષણ અને રોજગાર પર કાર્ય કરે છે. કોરોના કાળમાં પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે, જે દિવ્યાંગોને આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સંગીતક્ષેત્રના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ વિતરણ કરાઈ

ABOUT THE AUTHOR

...view details