ગુજરાત

gujarat

Dakor Road Accident: પોલીસનું જાહેરનામું માત્ર કાગળ પર, ડાકોર જતાં પદયાત્રીને નડ્યો અકસ્માત

By

Published : Mar 15, 2022, 10:42 PM IST

ડાકોર જઇ રહેલી મહિલાને રસ્તામાં વાહને અડફેેટે (Dakor Road Accident) લીધી છે. ઘાયલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પદયાત્રીઓ માટે જશોદાનગરથી ડાકોર સુધીના રસ્તા પર વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે પોલીસ કમિશ્નરનું જાહેરનામું કાગળ પર જ હોય તેવું આ અકસ્માતથી લાગી રહ્યું છે.

Dakor Road Accident: પોલીસનું જાહેરનામું માત્ર કાગળ પર, ડાકોર જતાં પદયાત્રીને નડ્યો અકસ્માત
Dakor Road Accident: પોલીસનું જાહેરનામું માત્ર કાગળ પર, ડાકોર જતાં પદયાત્રીને નડ્યો અકસ્માત

અમદાવાદ: ડાકોરમાં ફાગણી પૂનમ (Dakor Fagni Poonam Mela 2022) નિમિત્તે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ડાકોરમંદિર (Dakor Temple Kheda) તરફ પદયાત્રા કરીને જઇ રહ્યા છે. ત્યારે ડાકોર જતાં માર્ગો પર અનોખા દ્રશ્યો સર્જાયા છે. પદયાત્રીઓની સેવામાં અનેક લોકો લાગેલા છે. ત્યારે પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે જસોદાનગરથી ડાકોર સુધીના રસ્તા (jasodanagar to dakor road) પર વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જસોદાનગરથી ડાકોર સુધીના રસ્તા પર વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા અમદાવાદ ડાકોર રોડ પર સેવા કેન્દ્રો ધમધમતા થયાં

જાહેરનામું માત્ર કાગળ પર-જો કે પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ડાકોર જતાં પદયાત્રીને ગાડીએ અડફેટે લેતા (Dakor road accident) ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે સવાલ એ છે કે, પોલીસ દ્વારા વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં ડાકોરના માર્ગ પર ગાડીઓ અને રીક્ષા તેમજ વાહનો કેમ છે? થલતેજથી ડાકોર જતા પદયાત્રીને હીરાપુર ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો:Dakor Municipality Scam : ડાકોર નગરપાલિકાની પાવતી દ્વારા લાખોનું કૌભાંડ, બે કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી- ઇજાગ્રસ્ત મહિલાને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ત્યારે આવા અકસ્માત થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. આ માર્ગને ભક્તિપથ જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં રસ્તા પર રીક્ષા, બાઇકો સહિતના વાહનો જોવા મળ્યા હતાં. અકસ્માત થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પોહચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details