ગુજરાત

gujarat

હવામાનમાં પલટો આવતા અમદાવાદમાં કોરોનાના કેસ વધે તેવી સંભાવના: ડૉ. કિરીટ ગઢવી

By

Published : Dec 11, 2020, 3:49 PM IST

ગુરૂવાર રાતથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ પણ જામ્યો છે તો દિવસે ગરમીનો પણ અનુભવ થઇ રહ્યો છે. આમ, ગરમી અને ઠંડીની ઋતુઓ બંને એકસાથે જોવા મળતા કોરોનાને લઈને મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી છે.

હવામાનમાં પલટો આવતા અમદાવાદમાં કોરોનાના કેસ વધે તેવી સંભાવના
હવામાનમાં પલટો આવતા અમદાવાદમાં કોરોનાના કેસ વધે તેવી સંભાવના

  • હવામાન પલટતા ડોકટરોએ ચિંતા વ્યક્ત કરી
  • બે ઋતુઓના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ
  • લોકોને તકેદારી રાખવા સલાહ અપાઇ
    હવામાનમાં પલટો આવતા અમદાવાદમાં કોરોનાના કેસ વધે તેવી સંભાવના: ડૉ. કિરીટ ગઢવી

અમદાવાદ: હમણાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ડોકટરોએ ચિંતા વ્યક્ત કરી છે. વાતાવરણ બદલાતા કોરોના વધુ વકરવાની સંભાવના છે. ગરમી અને ઠંડી એમ બંને ઋતુને કારણે સંક્રમણ વધી શકે છે તેવું AMA ના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ જણાવ્યું હતું. તેમણે તમામ લોકોને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવા જણાવ્યું હતું.

કેવી રીતે વધી શકે કોરોનાનું સંક્રમણ?

સામાન્ય રીતે બે ઋતુઓ ભેગી હોય ત્યારે હવામાં વાઇરસ અને બેક્ટેરિયાનું સંક્રમણ વધે છે. ઠંડીવાળા વાતાવરણમાં કોરોના વાઇરસ પર દબાણ થતું હોવાથી વાઇરસ જમીન તરફ ધકેલાય છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે.

ABOUT THE AUTHOR

...view details