ગુજરાત

gujarat

Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 53 કેસ નોંધાયા, 53 લોકોએ કોરોના આપી માત

By

Published : Dec 15, 2021, 9:16 PM IST

રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ (omicron in gujarat)ના પોઝિટિવ કેસોની સાથે શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસો (corona cases in gujarat)માં પણ વધઘટ જોવા મળી છે. કોરોના (Corona In Gujarat)ના છેલ્લા 3 દિવસથી 60ની અંદર કેસો જોવા મળ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 કેસો નોંધાયા છે, જેની સામે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 53 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 53 કેસ નોંધાયા, 53 લોકોએ કોરોના આપી માત
Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 53 કેસ નોંધાયા, 53 લોકોએ કોરોના આપી માત

  • વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 13 કેસો નોંધાયા
  • ઓમિક્રોનના ભય વચ્ચે શંકાસ્પદ કેસો વધી રહ્યા છે
  • હજુ પણ રાજ્યમાં 555 એક્ટિવ કેસ

ગાંધીનગર: ઓમિક્રોનના (omicron in gujarat) કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે. ઓમિક્રોનના શંકાસ્પદ કેસો અમદાવાદ, આણંદ તેમજ અન્ય શહેરોમાં જોવા મળતા કેસો વધવાની શક્યતા પણ છે. ઓમિક્રોનના કેસો (omicron cases in gujarat)ની સંખ્યા ધીમી ગતિએ સામે આવી રહી છે. દિવાળી બાદ ડિસેમ્બર મહિનામાં કોરોનાનો ખતરો વધ્યો છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

ગત અઠવાડિયામાં કોરોનાના 70થી વધુ કેસો (corona cases in gujarat) આવ્યા હતા, ત્યારે છેલ્લા 2 દિવસમાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 15 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ (corona cases in ahmedabad)માં 08, સુરત (corona cases in surat) કોર્પોરેશનમાં 06, જામનગર કોર્પોરેશનમાં 02, વડોદરા કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 07 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે. રાજ્યમાં હજુ પણ એક્ટિવ કેસો 550થી વધુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નહોતું.

3,31,226 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવા વેરિયન્ટ આવતાની સાથે વેક્સિન (vaccination in gujarat) પ્રક્રિયા વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન આપવામાં આવી રહી છે. આજે 24 કલાકમાં 3,31,226 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,61,98,651 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 45 વયના 33 હજારથી વધુને પ્રથમ ડોઝ વેક્સિન (corona vaccine first dose in gujarat)નો આપવામાં આવ્યો છે, જ્યારે બીજો ડોઝ (corona vaccine second dose in gujarat) 18થી 45 વયના 2.10 લાખથી વધુને અપાયો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 555 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 દર્દીઓ વેન્ટિલેટર પર અને 550 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10100 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,644 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ

આ પણ વાંચો: Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ

ABOUT THE AUTHOR

...view details