ગુજરાત

gujarat

અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

By

Published : Jan 17, 2022, 5:30 PM IST

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ (Corona blast in Ahmedabad Police) જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે.

અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત
અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ: કોરોના (Corona blast in Ahmedabad Police) કાળમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે જે તે સમયની કોરોનાની લહેરમાં અનેક પોલીસકર્મીઓ કે અધિકારીઓએ જીવ પણ ગુમાવ્યો અને શહીદ થયા, ત્યારે હાલ ચાલી રહેલી લહેર (Third wave in India)માં ફરી એક વાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં (Police infected by Covid) આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

પોલીસસ્ટેશન દિઠ રસીના ડોઝ

કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા વેકસિનેશન (Police vaccination in Ahmedabad)ને વધુ વેગ અપાયો છે અને હાલ શહેર પોલીસને અપાઈ રહ્યો છે પ્રિકોશનર ડોઝ. રોજેરોજના પ્લાનિંગ મુજબ પોલીસસ્ટેશન દિઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે. તમામ કોરોના સંક્રમિત અધિકારીઓ કર્મીઓ માત્ર હોમ આઇસોલેટ છે. જેઓની તબિયત માટે રોજેરોજ કમિશ્નર કચેરીથી અપડેટ મેળવવામાં આવી રહ્યું છે. જો કોઈને વધુ લક્ષણો દેખાય તો તે મુજબ તેઓને ટ્રીટમેન્ટ આપવા માટે અધિકારીઓ ફરજ બજાવે છે. જોકે, હજુ સુધી કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details