ગુજરાત

gujarat

Latthakand Congress Protest : ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ કરી રહી છે ધરણા પ્રદર્શનની તૈયારી

By

Published : Aug 1, 2022, 2:43 PM IST

લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં (Latthakand issue) રાજકીય માહોલ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ સરકાર પર આકરા પ્રહાર (Congress collector office protest) કરી રહી છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતા અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે (Congress opposes BJP) ધારણા પ્રદર્શન કરશે તેવી માહીતી મળી રહી છે.

Latthakand Congress Protest : ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ કરી રહી છે ધરણા પ્રદર્શનની તૈયારી
Latthakand Congress Protest : ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ કરી રહી છે ધરણા પ્રદર્શનની તૈયારી

અમદાવાદ :બોટાદ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજકીય (Latthakand issue) ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ સરકાર પર આકરા પ્રહાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવાની રણનીતિ બનવામાં આવી રહી છે. જેના પગલે આગામી સમયમાં ગૃહ વિભાગની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસ પણ ભાજપ સરકારની નિષ્ફળતા સામે 2 ઓગસ્ટના રોજ કલેક્ટર ઓફિસ ખાતે ધરણા (Ahmedabad Collector Office) પ્રદર્શન કરવામાં આવશે. તો 4 ઓગસ્ટ અશોક ગહેલોત અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Botad Latha kand Case: કેમિકલ પહોંચાડનારા સામે કાર્યવાહી કરતા સરકાર શા માટે ડરે છેઃ કૉંગ્રેસ

કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન -બોટાદ અને બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ લઈને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લઈને અમદાવાદ કલેકટર ઓફિસ બહાર વિરોધ કરવાને લઈને સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર અને ગૃહ વિભાગની નિષ્ફળતા (Latthakand Congress opposition) સામે વિરોધ પ્રદર્શન તેમજ ગૃહપ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને મોંઘવારી, GST જેવી કેટલી બાબતો દેખાય છે કે નહિ તે ક્યાંય જોવા મળતું નથી, પરંતુ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવતા લઠ્ઠાકાંડનો મુદે કોંગ્રેસ વોટ માંગવા નિકળશે તેવું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :Gujarat Congress on Latthakand: સંવેદનશીલ સરકારમાં પીડિત પરિવારો માટે કોઈ સંવેદના છે જ નહીં કે શું...

અશોક ગેહલોત આવશે ગુજરાત -ગુજરાતમાં સિનિયર નિરીક્ષક તરીકે જવાબદારી (Congress attack on BJP) સોંપ્યા બાદ પ્રથમ અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં તેઓ લોકસભા દીઠ નિમાયેલા કોંગ્રેસના સિનિયર નિરીક્ષકો સાથે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠક બાદ વિધાનસભા ચૂંટણી લક્ષી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ પહેલા પણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ OBC, SC, ST ઉપરાંત લઘુમતી સમાજના આગેવાનો સાથે (Ashok Gehlot visit Ahmedabad) પણ ચૂંટણીલક્ષી બેઠક આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details