ગુજરાત

gujarat

પેગાસસ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે કરશે વિરોધ

By

Published : Jul 22, 2021, 5:21 PM IST

Updated : Jul 22, 2021, 7:22 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ( Rahul Gandhi )એ પેગાસસ સૉફ્ટવેર ( Pegasis software ) દ્વારા જાસૂસી મામલે સમગ્ર દેશમાં વિરોધનો હુંકાર કર્યો છે. આ દરમિયાન, ગુજરાત કોગ્રેસ ( Gujarat Congress ) દ્વારા રાજ્યમાં આવતીકાલે શુક્રવારે વિરોધ કરવામાં આવશે.

પેગાસીસ મામલે દેશવ્યાપી વિરોધ છતા ગુજરાત કોંગ્રેસ લુપ્ત
પેગાસીસ મામલે દેશવ્યાપી વિરોધ છતા ગુજરાત કોંગ્રેસ લુપ્ત

  • પેગાસીસને લઈ કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ
  • ગુજરાતમાં મજબૂત નેતૃત્વનો જોવા મળ્યો અભાવ
  • પેગાસીસ મુદ્દે ગુજરાત કોંગ્રેસ કરશે શુક્રવારે વિરોધથી પ્રદર્શન

અમદાવાદ : પેગાસસ સોફ્ટવેર મામલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. પેગાસસ સોફ્ટવેર( Pegasis software ) મામલે દેશના નાગરિકોના ફોન હેક કરીને જાસૂસી મામલે લોકસભામાં પણ ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે કોંગ્રેસ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી ( Rahul Gandhi )સહિતના અનેક રાજકીય પક્ષો દ્વારા અનેક આક્ષેપો સાથે સરકારને ઘેરવામાં આવી હતી, ત્યારે ગુજરાત કોંગ્રેસ ( Gujarat Congress ) દ્વારા આ બાબતે આવતીકાલે શુક્રવારે વિરોધ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચો:પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

ગુજરાતમાં પેગાસીસ મુદ્દે ક્યાંય પણ વિરોધ નહિં

ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વના અભાવને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશ વ્યાપી પેગાસીસ સોફ્ટવેરને લઈને વિરોધનો હુંકાર ભર્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા મહેસાણા તરફ હતા તો બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસથી અલગ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મામલે પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ( Arjun Modhvadia )ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે થોડા જ દિવસોમાં આ બોબતે વિરોધ પ્રદર્શન કરશું.

કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધનો વંટોળ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ દ્વારા પેગાસીસ મામલે રસ્તાથી લઈને સંસદ સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં પણ આ રીતે જ રીતે કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધનો વંટોળ ઉભો કર્યો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં પેગાસીસ મામલે વિરોધ પ્રદર્શનના એંધાણ જોવા મળશે.

આ પણ વાંચો:Pegasus જાસૂસીકાંડની SCના જજ દ્વારા તપાસ કરવાની માગણી છે: શક્તિસિંહ ગોહિલ

પેગાસસનું કનેક્શન અમદાવાદમાં ?

પેગાસસ મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ETV Bharat ને જણાવ્યું કે, 2017 અને 2020ની રાજ્ય સભાની ચૂંટણીઓ દરમિયાન કર્ણાટક અને મધ્ય પ્રદેશની જેમ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોના ફોન પણ હેક કરવામાં આવ્યા હતા. આ મામલે સરકાર પર પ્રહારો કરતા મોઢવાડિયાએ કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવે તો આ સોફ્ટવેર દ્વારા કોના ફોન હેક થયા હતા તેની સાથે ક્યાં ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે બાબત પણ સામે આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પેગાસસનું કનેક્શન અમદાવાદમાં પણ છે કે નહી તે મામલે પણ તપાસ કરવામાં આવવી જોઈએ.

ભાજપ દ્વારા પોતાના જ નેતાઓના ફોન ટેપ

ગુજરાતમાં પેગાસીસ મામલે કોંગ્રેસ નેતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ભાજપ દ્વારા અનેક લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. તેમણે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 2002માં તે સમયના મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપ કરવાની સૂચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી, તે બાબત રેકોર્ડ ઉપર પણ મોજૂદ છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2009માં નરેન્દ્ર મોદીની સૂચનાથી તે વખતના રાજ્યના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા એક યુવતીની તેના બેડરૂમ સુધી જાસૂસી કરવામાં આવી હતી.

Last Updated : Jul 22, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details