ગુજરાત

gujarat

Live Update :નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોષીની CMની ચૂંટણીના નિરીક્ષર તરીકે નિયુક્તિ

By

Published : Sep 11, 2021, 4:34 PM IST

Updated : Sep 11, 2021, 11:56 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંડળ સાથે આપ્યું રાજીનામું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંડળ સાથે આપ્યું રાજીનામું

23:55 September 11

આવતીકાલે બંને નિરીક્ષક ગુજરાત આવશે

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોષીની CMની ચૂંટણીના નિરીક્ષર તરીકે નિયુક્તિ

આવતીકાલે બંને નિરીક્ષક ગુજરાત આવશે  

3 વાગ્યે યોજાશે વિધાન સભા પક્ષની બેઠક  

બેઠકબાદ નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે

22:21 September 11

કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત આવવા દિલ્હીથી રવાના

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત આવવા દિલ્હીથી રવાના

19:57 September 11

નવા સીએમ પાર્ટી નક્કી કરશે

હું સીએમ પદની રેસમાં નથી : સી.આર.પાટીલ

આગામી સીએમ સાથે મળીને કામ કરીશું

નવા સીએમ પાર્ટી નક્કી કરશે

19:06 September 11

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આવ્યું દિલ્લી તેડું

ગુજરાતના રાજકારણ બીજા સૌથી મોટા સમાચાર

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આવ્યું દિલ્લી તેડું

દિલ્લી હાઇકમાન્ડે તાત્કાલિક બોલાવ્યા દિલ્લી

કોંગ્રેસ ઉચ્ચ મોવડીમંડળના નેતા સાથે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા અંગે કરશે ચર્ચા

નવા પ્રદેશ પ્રભારીની પણ થઈ શકે છે જાહેરાત

પ્રદેશ પ્રમુખ બદલાય તેવી પૂરતી શકયતા

19:00 September 11

આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે : યમલ વ્યાસ

ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન

આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે, કેન્દ્રના નિરીક્ષકો આવશે

વિધાયકોની બેઠકમાં આગામી CM નક્કી થશે

વિજય રૂપાણીને નવી જવાબદારી અપાશે

ઇલેક્શનને 15 મહિનાની છે વાર

18:21 September 11

ભાજપની નિષ્ફળતાઓનો ટોપલો વિજયભાઇ રૂપાણી પર ઢોળાયો

નિષ્ફળતાઓનો ટોપલો વિજયભાઇ રૂપાણી પર ઢોળાયો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા અંગે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓએ થોડા સમય પહેલાં જ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દેશની ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દોષનો ટોપલો મુખ્યપ્રધાન પર ઢોળીને તેમનું રાજીનામું લઇ લેશે.  

18:03 September 11

નવા મુખ્યપ્રધાનની પસંદગી અંગે કમલમ ખાતે બેઠક શરૂ

વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ જીજ્ઞેશ મેવાણીએ કર્યું ટ્વિટ કહ્યું, કોરોના કાળમાં મિસમેનેજમેન્ટ બાદ રાજીનામું આપવા માટે વિજયભાઇ રૂપાણીનો આભાર.  

17:36 September 11

નવા મુખ્યપ્રધાનની પસંદગી અંગે કમલમ ખાતે બેઠક શરૂ

  • નવા મુખ્યપ્રધાનની પસંદગી અંગે કમલમ ખાતે બેઠક શરૂ
  • નીતિન પટેલ, પ્રદિપસિંહ,મનસુખ માંડવીયા  બેઠકમાં પહોચ્યાં
  • અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે 
  • 14 અથવા 15 સપ્ટેમ્બરે યોજાઇ શકે છે શપથગ્રહણ 

17:11 September 11

નવા CMની નામ પર ચર્ચા થશે

  • રૂપાણીના રાજીનામા બાદ અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે
  • નવા CMની નામ પર ચર્ચા થશે
  • કમલમ ખાતે આવતીકાલે બેઠકમાં હાજર રહેશે
  • ભાજપના ધારાસભ્યોને હાઈકમાન્ડનો આદેશ
  • રાત સુધીમાં ગાંધીનગર પહોંચવાનો આદેશ
  • આવતીકાલે મળી શકે છે ધારાસભ્ય દળોની બેઠક

16:43 September 11

સી.એમ.ના રાજીનામા બાદ કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

  • સી.એમ.ના રાજીનામા બાદ કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન
  • C R પાટીલના કારણે પાર્ટીમાં અસંતોષનો ભોગ વિજયભાઈ બન્યા
  • મુખ્યપ્રધાન બદલવાથી સરકારની નિષ્ક્રિયતા સાબિત નહી થાય
  • સરકારની નિષ્ફળતાનો ભોગ વિજય ભાઈ બન્યા

16:40 September 11

વિજય રૂપાણીના રાજીનામાં બાદ અર્જુન મોઢવાડિયાનું નિવેદન

  • વિજય રૂપાણીના રાજીનામાં બાદ અર્જુન મોઢવાડિયાનું નિવેદન
  • રૂપાણી સરકાર ડબલ રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી
  • એક રિમોટ કંટ્રોલ દિલ્હીમાં અને બીજું સી.આર.પાટીલના હાથમાં હતું
  • કોરોનામાં મૃત્યુ, ધંધા, બેકારી, શિક્ષણ વ્યવસ્થા તૂટી ગઈ
  • આનંદીબેનની જેમ જ વિજયભાઈનું રાજીનામુ લેવાયું
  • હકીકતમાં ભારતીય જનતા પાર્ટી જ નિષ્ફળ ગઈ છે
  • હવે નવેસરથી જનાદેશ મેળવવા ચૂંટણી જાહેર કરાશે

16:18 September 11

આવતીકાલે બંને નિરીક્ષક ગુજરાત આવશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંડળ સાથે આપ્યું રાજીનામું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંડળ સાથે આપ્યું રાજીનામું

ભાજપના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન વી.આર.સંતોષ પણ રહ્યાં હાજર

રાજીનામું આપ્યા બાદ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, 

"મને જે દાયિત્વ આપવામાં આવ્યું હતું મને પાર્ટી દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે એ હું સ્વીકારીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરુ્ છું. ગુજરાતની જનતાનો અભુત વિશ્વાસ મળ્યો છે. પારદર્શિતા, વિકાસશીલતા, આ કાર્યમાં મંત્રીમંડળના સાથી , સભ્ય તમામનો સહયોગ મળ્યો તે માટે આભાર માનું છું. કોરોનામાં આપણી સરકારે રાત દિવસ જે મહેનત કરી એનો મને સંતોષ છે. અમારી પાર્ટીમાં આ સ્વભાવિક પ્રક્કિયા છે બધાને આ જવાબદારી મળવી જોઇએ. મેં 5 વર્ષ કામ કર્યું મને કામ સોંપવામાં આવ્યુ. અમારી પાસે ઘણું મજબૂત નેતૃત્વ છે. બીજેપી માં આ સ્વભાવિક પ્રક્રિયા છે. જે તે જવાબદારી બધાને સોંપવામામ આવે છે તે ઘણું વિચારીને કરવામાં આવે છે. ફેસ મોદીનો જ છે મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે જ નવા નવા નેતૃત્વ એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. મારી જવાબદારી પાંચ વર્ષની હતી હું દોડતો હતો હવે આ જવાબદારી બીજાને આપવામાં આવશે એ પણ એ કાર્‌ય કરશે. મે મારી રાજીખુશીથી આ રાજીનામું આપ્યુંમ છે. વિકાસના કામ અવિરત ચાલતા આવ્યા છે અને થતા રહેશે. મારી સંગઠન સાથે તકરાર થઇ નથી. સંગઠન સાથે મળીને કાર્ય કરીએ છે. હવેના મુખ્યપ્રધાન વિશે પાર્ટી નક્કી કરશે."

વિજયભાઇ રૂપાણીના રાજીનામા આપ્યા પછી હવે કોણ ગુજરાતનું કમાન સંભાળશે તે ચર્ચાઓ તેજ બની છે. ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે અત્યારે 3 નામ સૌથી વધારે પ્રબળ માનવામાં  આવે છે. આ નામમાં સૌથી પહેલું અને પ્રબળ નામ છે નિતીન પટેલ. નીતિન પટેલ ઉપરાંત પુરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાને પણ ગુજરાતની સત્તા સોંપાઇ શકે છે.  

Last Updated : Sep 11, 2021, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details