ગુજરાત

gujarat

રિવરફ્રન્ટ ખાતે એકસાથે 7,000 ચરખા કાંતવાનો કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતા

By

Published : Aug 3, 2022, 9:52 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi Gujarat visit) આવશે. આ વખતે તેમની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ ખાતે 7,000 ચરખાને એકસાથે (Charkha work on riverfront) કાંતવામાં આવશે. બીજી તરફ કોઈ કારણોસર આ કાર્યક્રમ પાછો ઠેલાય તેવી પણ શક્યતા છે.

રિવરફ્રન્ટ ખાતે એકસાથે 7,000 ચરખા કાંતવાનો કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતા
રિવરફ્રન્ટ ખાતે એકસાથે 7,000 ચરખા કાંતવાનો કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ફરી એકવાર (PM Narendra Modi Gujarat visit) વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ઓગસ્ટ મહિનામાં અમદાવાદની મુલાકાત લેશે તે માહિતી સામે આવી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીની હાજરીમાં 7000 જેટલા લોકો ચરખો કાંતીને (Charkha work on riverfront) વિશ્વ રેકોર્ડ બનાવશે. રિવરફ્રન્ટ ખાતે મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ચરખો કાંતવાનો સર્જાશે વિશ્વ રેકોર્ડ

આ પણ વાંચો :Kejriwal-Mann Gujarat visit : દિલ્હી - પંજાબના CM એ આ રીતે ચરખો ચલાવ્યો, જૂઓ વીડિયો..

કાર્યક્રમ પાછો ઠેલાય તેવી સંભાવના - મળતી માહિતી પ્રમાણે ચરખો કાંતનાર મોટાભાગના (World record Charkha) કારીગરો સૌરાષ્ટ્રના છે. રિવરફ્રન્ટ ખાતે મોદીના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે હાલમાં 2500 જેટલા ચરખા રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવ્યા છે. ત્યારે તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે 7 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમયોજાવાનો હતો. પરંતુ, કોઈ કારણસર આ કાર્યક્રમ પાછો ઠેલાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. જ્યારે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા (Modi Shah on riverfront) ચરખાનો વ્યાપ વધુ રહે અને લોકો ખાદી તરફ વળે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા નવા ચરખા ખરીદી માટે પણ સહાય આપવામાં આવે છે.

હજારો કારીગરો જોડાયશે

આ પણ વાંચો :ગુજરાતના એવા આંદોલનકારી કે જેમણે ગાંધીજીને ચરખો ચલાવતા શિખવાડ્યું, જાણો લડવૈયાઓની કહાની..

ચરખા વિષે પ્રેક્ટિકલ જ્ઞાન - આ ઉપરાંત નવા ચરખાની ખરીદીમાં 65 ટકા સહાય સંસ્થા અને લાભાર્થીઓને આપવામાં આવે છે. જ્યારે 35 ટકા રકમ જે તે સંસ્થાને ભોગવી પડે છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 25 ચરખા ખરીદવાની જોગવાઈ પણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે. હાલમાં રિવરફ્રન્ટ ખાતે અઠવાડિયામાં 7000 ચરખા લાવી દેવામાં આવશે. તેમજ તેનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવશે. જ્યારે મોદીના કાર્યક્રમ પહેલા એકવાર ડેમો પણ કરવામાં આવશે. જ્યારે મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચરખા (Amit Shah on Ahmedabad visit) કાતનાર કારીગરોને પણ મળશે.

ABOUT THE AUTHOR

...view details