ગુજરાત

gujarat

ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને તેમને પાઠવી શુભકામનાઓ

By

Published : Sep 17, 2020, 9:39 AM IST

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિન છે. ત્યારે સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી પણ તેમના જન્મદિનને લઈને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. તેમના જન્મ સ્થાન અને કર્મભૂમિ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સહિત અનેક લોકોએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ: 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિન છે. ત્યારે સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી પણ તેમના જન્મદિનને લઈને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. તેમના જન્મ સ્થાન અને કર્મભૂમિ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સહિત અનેક લોકોએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


17 સપ્ટેમ્બર, 1950 માં તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમના જીવન અને કારકિર્દીને લઇને અનેક પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે. વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચવાથી લઈને, યુવાવસ્થામાં તેમનો હિમાલય પ્રવાસ, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાવવું, ગુજરાતના મુખ્યપ્રધાન બનવું અને હવે તેઓ દેશના વડાપ્રધાન પદે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ત્રિપલ તલાક બિલ, રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર મુદ્દે કલમ-370 રદ્દ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિદેશનીતિ વગેરે નિર્ણયોએ ઇતિહાસમાં તેમનું સ્થાન અમર કરી દીધું છે. તેમના જન્મદિને તેમના રાજકીય સાથી અને દેશના વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તેમ જ લાખો કાર્યકર્તાઓ વતી ભાજપે તેમને શુભેચ્છાઓ અર્પી હતી. તેમજ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે કામના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ABOUT THE AUTHOR

...view details