ગુજરાત

gujarat

ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

By

Published : Jun 11, 2021, 6:50 PM IST

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો છે. ધંધુકા પોલીસને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર દવાખાનું ચલાવતા હોવાનું જાણવા મળ્યુ હતુ. સ્થળ પર રેડ કરતા છેલ્લા ઘણા સમયથી દવાખાનું ચલાવતા ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે.

ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો,
ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો,

  • કોરોના મહામારીમાં બોગસ ડોકટરોનો સીલસીલો યથાવત
  • ધંધૂકાના ફેદરા ગામે ઝડપાયો બોગસ ડોકટર
  • બોગસ ડોક્ટર મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યુ

અમદાવાદઃવર્તમાન સમય કોરોના મહામારીનો ચાલી રહ્યો છે તેવા સમયે ડિગ્રી વિનાના ડોક્ટરો પણ વિવિધ વિસ્તારોમાં દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે. અનેક લોકો ડીગ્રી વગર જ પ્રેકટીસ કરી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ડિગ્રી વિનાના કોઈ ડોક્ટર દવાખાનું ચલાવતાં હોય તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તો તેવા ડોક્ટરોને ઝડપી લેવા પોલીસ મહાનિર્દેશક વી.ચંદ્રશેખર અમદાવાદ રેન્જ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની સૂચનાથી તેમજ ધોળકા નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાના માર્ગદર્શન હેઠળ બોગસ ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. "ધંધુકા પોલીસ ટીમ અને મેડિકલ ઓફિસરનો સંયુક્ત ઓપરેશન સફળ" ધંધુકા તાલુકાના ફેદરા ગામે મકાન ભાડે રાખી ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પી.આઈ સી બી ચૌહાણ પી.એસ.આઇ પી એન ગોહિલ હે.કો નરેન્દ્ર સિંહ અ પો.કો.ઘનશ્યામ છે. મેડીકલ ઓફિસર વૈભવ સોલંકી સહિતની ટીમે ફેદરા ગામની રેડ કરતા ડિગ્રી વિનાનો ડોક્ટર પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

આ પણ વાંચોઃઅરવલ્લીમાં બે બોગસ ડોકટર ઝડપાયા

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી 56,340ના મુદ્દામાલ સાથે ઝડપાયો

ફેદરા ગામે છેલ્લા ઘણા વર્ષોથી દવાખાનું શરુ કરી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ આપતો હતો. ઝડપાયેલા ડોક્ટર જીબન જીતેન્દ્ર નાથ વિશ્વાસ હાલ રહે. ફેદરા તા. ધંધુકા. મૂળ રહે. સબકા પોસ્ટ. સિમુલપુર.થાના. હાબ્રા જીઉનોર્થ 24 પરગણા, પશ્ચિમ બંગાળ વાળાને જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કુલ મળી 56 હજાર 340 રૂપિયાના ફુલ મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃજામનગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 20 બોગસ ડોકટર ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details