ગુજરાત

gujarat

ઉત્તરાખંડના જળપ્રલયમાં મૃતકના પરિવારને મોરારીબાપુએ કરી સહાય

By

Published : Feb 7, 2021, 10:59 PM IST

ઉત્તરાખંડના જળપ્રલયમાં મૃતકના પરિવારને મોરારી બાપુએ કરી સહાય
ઉત્તરાખંડના જળપ્રલયમાં મૃતકના પરિવારને મોરારી બાપુએ કરી સહાય

ઉત્તરાખંડમાં થયેલા જળપ્રલયમાં ભોગ બનેલા હતભાગીઓને મોરારીબાપુ તરફથી સહાય જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાના કરણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ હતી.

  • ઉત્તરાખંડ જળપ્રલયના હતભાગીઓને મોરારીબાપુ તરફથી સહાય
  • ઘટનામાં મૃતકના પરિવારને 5 હજારની સહાય કરી જાહેર
  • ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાના કરણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ

અમદાવાદઃ ઉત્તરાખંડમાં થયેલાજળપ્રલયમાં ભોગ બનેલા હતભાગીઓને મોરારીબાપુ તરફથી સહાય જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાના કરણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ હતી.

ઉત્તરાખંડમાં બનેલી દૂર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા

મહત્વ નું છે કે, ઉત્તરાખંડમાં બનેલી દૂર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા તેવી આશંકા સેવાઈ રહી છે, ત્યારે પ્રખ્યાત કથાકાર મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં મોત થયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 5 હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી છે સાથે જ ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી આ તમામ રાશી ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના રાહતનિધિ ફંડમાં અર્પણ કરવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.

ABOUT THE AUTHOR

...view details