ગુજરાત

gujarat

પ્રેમિકાના લગ્નથી નારાજ પ્રેમિએ તેના ઘરે જઈ કર્યો હંગામો, પ્રેમિકાની બેન સાથે અડપલા કરતાં નોંધાયો ગુનો

By

Published : Sep 20, 2020, 8:39 AM IST

અમદાવાદ શહેરમાં એક પ્રેમીએ શુક્રવારે મોડી રાત્રે નારાજ પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. તેણે પ્રેમિકાના ઘરે પહોંચી હંગામો કર્યો હતો. જે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો આરોપીએ પોલીસ સ્ટેશનમાં પણ કાચ ફોડી હંગામો કર્યો હતો. નશામાં ધૂત આરોપીને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી કરી છે. જ્યારે પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સમક્ષ પ્રેમીએ પ્રેમિકાના ભાઈએ ઘરે બોલાવી પોતાને છરી માર્યાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: શહેરના ઘાટલોડિયાના ચાણક્યપુરી ખાતે રહેતા યુવક અને યુવતી પ્રેમ સબંધમાં હતા. જોકે યુવક પર પોલીસ કેસ થતા યુવતીએ પ્રેમ સબંધ પૂરો કરી અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવક તેની પ્રેમિકાના લગ્નથી નારાજ હતો. શુક્રવારે રોષે ભરાયેલો યુવક મોડી રાત્રે તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો.

પ્રમેકાના ઘરે પહોંચી યુવકે યુવતીની બહેન પર ગુસ્સો કર્યો હતો અને કહ્યું કે,તારી બહેન મારી સાથે કેમ નથી બોલતી. યુવતીની બહેને જવાબ આપ્યો મારી બહેન જેવી તેવી નથી. જે બાદ ગુસ્સામાં યુવકે પ્રેમિકાની નાની બહેન સાથે શારીરિક અડપલા કર્યા હતાં. આ દરમિયાન યુવતીએ બુમા બુમ કરતા પરિવારજનો ભેગા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

સોલા પોલીસ સ્થળ પર પહોંચી અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત યુવકે PSOના ટેબલ આગળ લાગેલા કાચ પાર માથું પછાડી કાચ ફોડી નાંખ્યા હતા. પોલીસે યુવકને પકડી પ્રોહીબિશનનો ગુનો તેમજ છેડતીનો અલગથી ગુનો એમ બે ફરિયાદ નોંધી છે. જ્યારે સામા પક્ષે યુવકની ફરિયાદના આધારે યુવતીના ભાઈ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અક્ષયની ફરિયાદ મુજબ યુવતીના ભાઈએ તેણે ઘરે બોલાવ્યો હતો અને યુવતી સાથે સબંધ ના રાખવા ધમકી આપી ચાકુ માર્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details