ગુજરાત

gujarat

AMC એક્શન મોડમાં, રખડતા ઢોરની નબળી કામગીરીને કારણે બે અધિકારીને કર્યા સસ્પેન્ડ

By

Published : Sep 24, 2022, 11:52 AM IST

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર (stray cattle in Ahmedabad) મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કોર્પોરેશન બે અધિકારી નબળી (amc officer suspended) કામગીરી બદલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AMC એક્શન મોડમાં, રખડતા ઢોરની નબળી કામગીરી કારણે બે અધિકારીને કર્યા સસ્પેન્ડ
AMC એક્શન મોડમાં, રખડતા ઢોરની નબળી કામગીરી કારણે બે અધિકારીને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર રખડતા ઢોરની (stray cattle in Ahmedabad) સમસ્યા સામે આવી રહી હતી. જેમાં અમદાવાદ શહેરમાં મોટી સંખ્યા રખડતા ઢોર પકડવામાં કોર્પોરેશન તંત્ર આળસ દાખવતું હોવાથી ગુજરાત હોઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. 24 જેટલી ટીમ બનાવી રોજના 150 જેટલા રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા હતા. પરંતુ રખડતા ઢોર ઢીલી નીતિના કારણે (amc officer suspended) કમિશનર લોચન સહેરા HOD તરીકે ફરજ બજાવતા બે અધિકારીને તાત્કાલિક પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બે અધિકારીને કર્યા સસ્પેન્ડ

CNCD વિભાગના બે અધિકારી સસ્પેન્ડઅમદાવાદ કોર્પોરેશનના CNCD વિભાગમાં HOD તરીકે ફરજ બજાવતા નરેશ રાજપૂત અને ડૉ.પ્રતાપ રાઠોડની કામગીરીથી નબળી હોવાની અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી. છતાં કોઈ નિરાકરણ આવતું ના હોવાથી નારાજગી જોવા મળી હતી. જેમાં શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી તેમજ શહેરમાં સોલિડ વેસ્ટની કામગીરી કારણે ભાજપમાં નારાજગી જોવા મળી આવતી હતી. અમદાવાદ કોર્પોરેશન (Stray cattle problem in Ahmedabad) કમિશનર લોચન સહેરા તાત્કાલિક બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હર્ષદ સોલંકી CNCD જવાબદારીઅમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદરાય સોલંકીને કોર્પોરેશન કમિશન લોચન સહેરા દ્વારા અન્ય હુકમ ના થાય ત્યાં સુધી CNCD નો વધારાની કામગીરી (amc stray cattle operations) સોંપવામા આવી છે. જે હવે શહેરમાં સોલિડ વેસ્ટની કામગીરી બહાર સોંપવામાં આવ્યો છે.

હજુ પણ રખડતા ઢોર રસ્તા પરઅમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રખડતા ઢોર મામલે 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જે શહેરમાં રખડતા ઢોર કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ તે ટીમની સંખ્યા વધારી દેવામાં આવી હતી. જેના કારણે રોજના 159 જેટલા રખડતા ઢોર પકડવાની શરૂઆત કરતા કોર્પોરેશન હસ્તક આવેલા પાંજરાપોળ ફૂલ થઈ જતા ત્રણ નવા ટેમ્પરરી પાંજરાપોળ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે CNCD વિભાગના આ અધિકારી નબળી કામગીરી સામે આવી હતી. જે પહેલા 150 જેટલા રખડતા ઢોર પકડવામાં આવતા હતા તેની સંખ્યા ઘટીને 75 જેટલી થઈ જતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી. જેના કારણે બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. (amc Solid Waste Division)

ABOUT THE AUTHOR

...view details