ગુજરાત

gujarat

બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા

By

Published : Feb 6, 2021, 5:51 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2018માં ઠરાવ પસાર કર્યો હતો કે, કોઈ પણ કાઉન્સિલર પોતાના બજેટના મહત્તમ 10 ટકા સુધીના જ બાંકડા મુકી શકશે. એટલે કે કાઉન્સિલરને મળતી 25 લાખની ગ્રાન્ટમાંથી તેઓ મહત્તમ 2.5 લાખના જ બાંકડા મુકાવી શકે છે પરંતુ તેમ છતાં અમદાવાદના કેટલાક કાઉન્સિલરોએ ઠરાવના નિયમો નેવે મુકી બજેટમાંથી માતબર રકમ બાંકડાઓ પાછળ ખર્ચ કરી છે.

બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા
બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા

  • અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2018માં ઠરાવ પસાર કર્યો
  • કાઉન્સિલર પોતાના બજેટના મહત્તમ 10 ટકા સુધીના જ બાંકડા મુકી શકશે
  • અમદાવાદના કેટલાક કાઉન્સિલરોએ ઠરાવના નિયમો નેવે મુક્યા

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2018માં ઠરાવ પસાર કર્યો હતો કે, કોઈ પણ કાઉન્સિલર પોતાના બજેટના મહત્તમ 10 ટકા સુધીના જ બાંકડા મુકી શકશે. એટલે કે કાઉન્સિલરને મળતી 25 લાખની ગ્રાન્ટમાંથી તેઓ મહત્તમ 2.5 લાખના જ બાંકડા મુકાવી શકે છે પરંતુ તેમ છતાં અમદાવાદના કેટલાક કાઉન્સિલરોએ ઠરાવના નિયમો નેવે મુકી બજેટમાંથી માતબર રકમ બાંકડાઓ પાછળ ખર્ચ કરી છે. વધતામાં ઓછું હોય તેમ કાઉન્સિલરોએ પોતાના બજેટમાંથી એવી સોસાયટીઓના ગેટ પર બોર્ડ લગાવી આપ્યા છે. આમ જનતાના પૈસા, જે નગરસેવકોને પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવે છે. તેનો ખર્ચ આડકતરી રીતે જાહેરાતો પાછળ થઈ રહ્યો છે.

બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા

કાઉન્સિલરસે ઠરાવના નિયમોનો ભંગ કર્યો

બાંકડા માટે મહત્તમ 10 ટકાના બજેટની મર્યાદા માટે મનપા કમિશ્નરનો 2018માં થાયેલો છે. ઠરાવ જાહેરાતોની લાલચમાં કાઉન્સિલરને નથી પડી નિયમોની અમદાવાદના આરટીઆઇ એક્ટિવિસ્ટ સંતોષસિંહ રાઠોડે કરેલી આરટીઆઇમાં મળેલી માહિતી મુજબ જે કાઉન્સિલરસે ઠરાવના નિયમોનો ભંગ કર્યો હોય તેમાં સૌથી પ્રથમ નામ ઘાટલોડિયાના કાઉન્સિલર ધનજીભાઈ પરમારનું નામ મોખરે છે. તેમણે વર્ષ 2019-20માં 6 લાખ 50 હજારના બાંકડા મુકાવ્યા છે.

બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા

કાઉન્સિલરોના નામ

RTI એક્ટિવિસ્ટ લિમિટ બહાર બાંકડા ફાળવેલ છે. તેવા કાઉન્સિલર કાઉન્સિલરનું નામ - વોર્ડ - ફાળવેલા રકમ ધનજીભાઈ પ્રજાપતિ - ઘાટલોડિયા- 65,0000 રેણુકાબેન પટેલ - ઘાટલોડિયા - 47,5000 ભાવનાબેન પટેલ - ઘાટલોડિયા- 40,0000 દીનેશભાઇ દેસાઈ - ગોતા - 45,0000 જોશનાબેન પટેલ - ગોતા - 40,0000 સુરેશભાઈ પટેલ - ગોતા - 450000 વસંતીબેન પટેલ - બોડકદેવ - 42,5000 જશોદાબેન ઠાકોર - લાંભા - 30,0000 દશરથભાઈ વાઘેલા - લાંભા - 30,0000 વધુમાં સોસાયટીના ગેટ લગાવવા સામે કોઈ લિમિટ નહીં હોવાને કારણે કાઉન્સિલરોએ 40 ટકા જેટલું બજેટ ફાળવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કાઉન્સિલરોએ એવી સોસાયટીઓમાં પણ બોર્ડ લગાવ્યા છે. જ્યાં પહેલેથી જ સોસાયટીઓના બોર્ડ લાગેલા છે. કઇંક આવા જ દ્રશ્યો વાડજ વોર્ડમાં પણ જોવા મળ્યા હતા અને જ્યારે વાડજના કાઉન્સિલર અને મનપાની હેરિટેજ એન્ડ રિક્રિએશન કમિટીના ચેરમેન જીગ્નેશ પટેલને આની પાછળનું કરણ પૂછવામાં આવ્યું હતુ તો તેમણે જણાવ્યું કે, સોસાયટીના ચેરમેન કહે તો તેઓ બોર્ડ માટે બજેટ ફાળવી દેતા હોય છે.

ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ બાંકડા માટે કરાયો

જીગ્નેશ પટેલ, વાડજ કાઉન્સિલર, પૂર્વ ચેરમેન, હેરિટેજ એન્ડ રિક્રિએશન કમિટી હવે જો વાત કરીએ સોસાયટીના ગેટ પાછળ ફાળવવામાં આવેલા બજેટની તો સૌથી વધુ બજેટ નવા વાડજના કાઉન્સિલરોએ ફાળવ્યું છે. અહીંના કાઉન્સિલર રમેશભાઈ પટેલે સોસાયટીના ગેટ માટે 17 લાખ 25 હજાર જેટલી માતબર રકમનો ખર્ચ કર્યો છે. જ્યારે નવા વાડજમાં જ ભાવનાબેન વાઘેલાએ 12 લાખ 50 હજાર, જીજ્ઞેશભાઈ પટેલે 12 લાખ 25 હજાર અને, દાક્ષાબેન પટેલે 12 લાખની ગ્રાન્ટનો ખર્ચ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે દરેક કાઉન્સિલરને આરોગ્ય, આંગણવાડી, સ્વચ્છતા, પેવર બ્લોક, ડ્રેનેજ, ઈજનેર જેવા કુલ 28 જેવા કામો માટે વાર્ષિક 25 લાખની ગ્રાન્ટ મળે છે. જેનાથી તેઓ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે પરંતુ તેમ છતાં ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ બાંકડા અને સોસાયટીઓના ગેટ પાછળ જ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દરેક કાઉન્સિલરને આરોગ્ય, આંગણવાડી, સ્વચ્છતા, પેવર બ્લોક, ડ્રેનેજ, ઈજનેર જેવા કુલ 28 જેવા કામો માટે વાર્ષિક 25 લાખની ગ્રાન્ટ મળે છે. જેનાથી તેઓ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે પરંતુ તેમ છતાં ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ બાંકડા અને સોસાયટીઓના ગેટ પાછળ જ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details