ગુજરાત

gujarat

અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ

By

Published : Jun 8, 2020, 4:49 PM IST

અનલોક-1 શરૂ થયું છે ત્યારે હવે ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી આપવામાં આવે છે. અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવતું હોવાથી હજુ ખોલવામાં આવ્યું નથી. પરંતુ 15 જૂનથી શરૂ કરવામાં આવશે. તે પહેલાં મંદિર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને અન્ય નિયમોનું પાલન થાય તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ
અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પણ સાદાઈથી યોજવવાની છે પરંતુ હજુ સુધી જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું નથી. મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં અને મંદિર બહાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિર બહાર કેટલાક ફૂટના અંતરે ગોળ કુંડાળા બનાવવામાં આવ્યાં છે જેમાં દર્શન માટે આવતાં ભક્તોને ઊભા રહેવા કહેવાશે.

અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ
મંદિરમાં પણ ગણતરી પ્રમાણે જ પ્રવેશ આપવામાં આવશે. અંદર ગયેલા લોકો બહાર આવે તે બાદ જ બહાર ઉભેલાંને અંદર પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં પ્રવેશતાં પહેલા સેનિટાઈઝ પણ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાશે તો પ્રવેશ આપવામાં નહીં આવે.ઉપરાંત રથયાત્રા પણ નજીક આવી રહી છે તો તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા સાદાઈથી યોજાશે પરંતુ ભગવાનના 3 રથ સાથે નીકળશે જેથી રથનું પણ સમારકામ કરવામાં.આવી રહ્યું છે. રથને કલર કરવામાં આવ્યો છે તથા રથના પૈડાં પણ ચકસવામાં આવી રહ્યાં છે. મંદિરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.રથયાત્રામાં કોઈ અન્ય વ્યક્તિ ભાગ લઈ શકશે નહીં પરંતુ લોકો પોતાના ઘરેથી દર્શન કરી શકશે.જે રુટ પરથી રથયાત્રા પસાર થશે તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત દર વર્ષ જેટલો જ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details