ગુજરાત

gujarat

હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

By

Published : Mar 26, 2021, 9:38 PM IST

કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં હોળી ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ જાહેરમાં આવતા જતાં રાહદારીઓ, વાહનો કે મિલકત ઉપર રંગ ઉડાડી નહીં શકાય. કાદવ-કીચડ કે રંગમાં પાણી અથવા અન્ય પ્રદાર્થો ફેંકી નહીં શકાય. ધુળેટીની રજાઓમાં જાહેર ઉજવણી કે સામૂહિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

  • હોળી-ધુળેટીની લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
  • 9 વાગ્યા સુધી હોલિકા દહન પૂર્ણ કરવું
  • માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉજવણી નહીં કરી શકાય

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

અમદાવાદઃ કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં હોળી ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ મામલે DCP ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 200થી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ હોળી-ધુળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઇ આ તહેવાર ઉજવવાનો પ્રયાસ કરશે કે ઉજવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામા અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણા કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.

હોળી-ધુળેટીની લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે

આ તહેવારમાં અનેક રીતે પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે, જ્યારે સંવેદનશીલ જગ્યાએ ફિક્સ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. ધુળેટીની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ ન થાય તે માટે CCTV દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત જરૂર જણાશે તો ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ કરાશે. 12 DCP, 15 ACP, PI, PSI 175 અને 55 પોલીસ કર્મચારી ઉપરાંત 11 SRPની ટુકડી, બે RAFની કંપની તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની

અમદાવાદમાં પોલીસ અને શાંતિ સમિતિની મીટિંગ પણ યોજાઈ

અમદાવાદમાં પોલીસ અને શાંતિ સમિતિની મીટિંગ પણ યોજાઈ હતી. શાંતિ સમિતિના સભ્યોને પણ લોકો સાથે શાંતિથી અને લોકોને સમજાવીને આ તહેવાર ના મનાવે તેવી અપીલ કરવામાં આવી છે. જ્યારે જાહેરનામું તારીખ 28 માર્ચથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચે રાત્રે 12 કલાક સુધી અમલમાં રહેશે. હોળી અને ધુળેટી દરમિયાન શહેરના માર્ગો ઉપર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે.

ABOUT THE AUTHOR

...view details