ગુજરાત

gujarat

અમદાવાદ: પતિ-પત્નીએ એકબીજાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી LICમાંથી ક્લેમના 40 લાખ રૂપિયા મેળવ્યાં

By

Published : Oct 10, 2020, 9:31 PM IST

શહેરમાં એક ઠગ પતિ-પત્નીએ LICને ચૂનો લગાવીને 40 લાખની છેતરપિંડી કરી છે. પતિ-પત્નીએ અમદાવાદ અને ગાંધીનગરમાં એકબીજાના ખોટા ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને 15 અને 25 લાખ મેળવ્યાં હતાં. જે મામલે પોલીસે ગુનો નોંધીને બંન્નેની અટકાયત કરી છે.

અમદાવાદ: પતિપત્નીએ એકબીજાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી LICમાંથી કલેમના 40 લાખ મેળવ્યાં
અમદાવાદ: પતિપત્નીએ એકબીજાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી LICમાંથી કલેમના 40 લાખ મેળવ્યાં

અમદાવાદઃ અમદાવાદ શહેરના રિલીફ રોડ LICના સિનિયર મેનેજરે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પરાગ પારેખ નામનો વ્યક્તિ એજન્ટ તરીકે કામ કરે છે અને પરાગે 2012માં પોતાના પત્ની મનીષાના નામથી 15 લાખની ટ્રમ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. બાદમાં 2016માં તેમની પત્ની મૃત્યુ પામી હોવાનુંં ડેથ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું અને ડેથ કલમ કરી 15 લાખનું પેમેન્ટ મેળવ્યું હતું.

પરાગ પારેખને મળેલ ડેથ પેમેન્ટ શંકાસ્પદ જણાયું હતું જે બાબતે તપાસ કરવામાં આવી હતી
જે બાદ 14-7-20થી 18-7-20 દરમિયાન LICમાં ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં પરાગ પારેખને મળેલું ડેથ પેમેન્ટ શંકાસ્પદ જણાયું હતું જે બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, 2012માં અન્ય પણ એક પોલિસી લીધી હતી. જે 2017માં ગાંધીનગર ટ્રાન્સફર કરાવી હતી અને પરાગની પત્ની મનીષાએ પરાગનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી 25 લાખ ક્લેમ કરી લીધાં હતાં.
પતિપત્નીએ અમદાવાદ અને ગાંધીનગરમાં એકબીજાના ખોટા ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને 15 અને 25 લાખ મેળવ્યાં
વર્ષ 2017માં જે પોલિસીમાં ક્લેમ કરવામાં આવ્યો હતો તેમ પરાગે વારસદારમાં પોતાની અગાઉ મૃત જાહેર કરેલ પત્નીનું નામ રાખતા શંકા ગઈ હતી અને આખરે ઠગ પતિ-પત્નીનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે પોલીસે બંને પતિપત્ની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. હાલ બંને પતિ-પત્નીને પોલીસે ઝડપી પાડ્યાં છે અને ડેથ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું અને અન્ય કોઈ લાભ મેળવ્યો છે કે નહીં તે દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details