ગુજરાત

gujarat

અમદાવાદમાં મેઘરાજાની સંતાકૂકડી યથાવત, અત્યારસુધી સિઝનનો માત્ર 20 ઇંચ વરસાદ

By

Published : Sep 9, 2021, 3:06 PM IST

મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સાંજે શહેરમાં 1. 27 mm વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 2.88 mm પશ્ચિમ વિસ્તારમાં, જ્યારે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 2 mm વરસાદ થયો હતો.

અમદાવાદમાં મેઘરાજાની સંતાકૂકડી યથાવત
અમદાવાદમાં મેઘરાજાની સંતાકૂકડી યથાવત

  • શહેરમાં બપોર બાદ મેઘરાજાએ કર્યો પ્રવેશ
  • શહેરીજનોએ મેળવી ટાઢક
  • શહેરીજનોને બફારાથી મળી રાહત

અમદાવાદ- મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જો કે, બીજી તરફ દક્ષિણ પશ્ચિમ વિસ્તાર અને મધ્ય વિસ્તારમાં મેઘરાજાએ દીધા દીધી ન હતી. આમ ચોમાસામાં અત્યારસુધી કુલ 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

શહેરીજનોને સાંજે પડેલા વરસાદના કારણે ઠંડક મળી હતી

છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો અનુભવી રહેલા શહેરીજનોને સાંજે પડેલા વરસાદના કારણે ઠંડક મળી હતી. જો કે, બીજી તરફ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ન પડતા ત્યાંના લોકો વરસાદની મજા માણી શક્યા ન હતા. જો કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડયો છે. જેમાંથી અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં અને ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પડ્યો છે.

પશ્ચિમ વિસ્તારમાં 2.82 mm સાંજે સૌથી વધુ વરસાદ

સાંજે પડેલા વરસાદમાં મનપાએ રજૂ કરેલા આંકડા મુજબ પૂર્વમાં 1.25 mm, પશ્ચિમમાં 2.82 mm, ઉત્તર-પશ્ચિમમાં 2.1 mm, દક્ષિણ-પશ્ચિમમાં અને મધ્ય વિસ્તારમાં 0 mm, ઉત્તર પશ્ચિમમાં 2.5 અને દક્ષિણમાં 2.5 mm વરસાદ પડયો હતો.

ABOUT THE AUTHOR

...view details