ગુજરાત

gujarat

DOUBLE MURDER CASE: પુત્રએ માતા અને કાકાની હત્યા કરી બે દિવસ મૃતદેહ સાથે વિતાવ્યો સમય

By

Published : Aug 19, 2021, 4:59 PM IST

અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ બનતું જાય તેવું લાગી રહ્યું છે, ત્યારે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. જ્યારે કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

DOUBLE MURDER CASE
DOUBLE MURDER CASE

  • ઇસનપુરમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો
  • પુત્રે માતા અને કાકાની હત્યા કર્યા બાદ બે દિવસ મૃતદેહ સાથે સમય વિતાવ્યો
  • આર્થિક કારણોસર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

અમદાવાદ: પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ બનતું જાય તેવું લાગી રહ્યું છે, ત્યારે વધુ ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ના થતા પોતાની જાતે ચાકુના ઘા માર્યા હતા.

આ પણ વાંચો- અંબાલા ડબલ મર્ડરમાં લોરેન્સ નહીં, બાંબિહા ગેંગનો હાથ-સોશિયલ મીડિયા પર માફી માંગે

યુવકે સંબંધીને ફોન કરી સમગ્ર હકીકત જણાવી

આ ઘટના બાદ તેણે એક સંબંધીને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આપઘાતનો પ્રયાસ કરનાર હત્યારા યુવકને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ યુવકે બે દિવસ સુધી મૃતદેહ પાસે સમય વિતાવ્યો હતો.

વરૂણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો

ઈસનપુરમાં રહેતા રજની પંડ્યાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન પુત્ર વરૂણ તથા રજનીભાઈના ભાઈ અમુલ પંડ્યા સાથે રહેતા હતા. અમુલભાઈ મ્યુનિ.માં ફરજ પરથી નિવૃત્ત થયા હતા. જ્યારે વરૂણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો. કોઈક કારણોસર વરૂણ પંડ્યાએ બે દિવસ પહેલા તેની માતા વંદનાબેન, કાકા અમુલ પંડ્યા બન્નેને ફાંસો આપી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી વરૂણ ઘરમાં બન્ને લાશની સાથે રહ્યો હતો. દરમિયાન તેણે પોતાનો જીવ આપી દેવા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇસનપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

આરોપી વરૂણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે આસપાસના લોકોની નજર પડતા તેને નીચે ઉતારી લેતા તેનો બચાવ થયો હતો. થોડા કલાકો બાદ ફરી વરૂણે પોતાની જાતને પંખા પર લટકાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પંખો તેના વજનના કારણે નીચે પડતા તે ફરી બચી ગયો હતો. ત્યારબાદ વરૂણે ઘરમાં ચપ્પુ વડે પોતાની જાતને ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોતાના એક સંબંધીને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. સંબંધીએ આ મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

DOUBLE MURDER CASE

આ પણ વાંચો- Double Murder: ભાવનગરમાં એક જ દિવસમાં 2 હત્યા, મહિલાનો મૃતદેહ ફ્લેટમાં બાંધેલી હાલતમાં મળ્યો

ઈસનપુર પોલીસે વરૂણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

આ સમગ્ર ઘટના મામલે ઈસનપુર પોલીસે વરૂણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સોમવારે વરૂણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. ત્યારબાદ પરિવારને જાણ કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે FSLની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details