ગુજરાત

gujarat

અમદાવાદમાં રથયાત્રાને લઈને IBનો રિપોર્ટ, કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે

By

Published : Jun 16, 2020, 1:50 PM IST

Updated : Jun 16, 2020, 2:48 PM IST

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રા યોજવી કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે રથયાત્રાને લઈને ગુપ્તચર એજન્સી દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણ વધી શકે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદ- રથયાત્રાને લઈને IBનો રિપોર્ટ, કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે
અમદાવાદ- રથયાત્રાને લઈને IBનો રિપોર્ટ, કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી ત્યારે રથયાત્રાને લઈને ગુપ્તચર એજન્સીનો રીપોર્ટ લાલબત્તી ધરી રહ્યો છે. આઈબીએ રાજ્ય સરકારને આપેલા રીપોર્ટમાં કોરોના સંક્રમણ વધી શકે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદ- રથયાત્રાને લઈને IBનો રિપોર્ટ, કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે

સરકાર કે પોલીસ તરફથી હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકાર તરફથી કમિટી બનાવવામાં આવી છે જેમાં ગુહપ્રધાન,રાજ્યના ડીજીપી,અમદાવાદ શહેર પોલીસ કમિશનર,કલેકટર.આ કમિટી દ્વારા રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.પરંતુ હાલ સરકારર ગુપ્તચર એજન્સીઓનો રીપોર્ટ મંગાવ્યો છે.ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં રથયાત્રા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવાની ચેતવણી આપવામાં આવી છે. બહારથી આવતાં પોલીસકર્મીઓ અને સ્થાનિક પોલીસ બંદોબસ્ટમાં રહેશે તો પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ શકશે અને ત્યારબાદ કોરોનાથી સંક્રમિત થનારાના આંકડા વધી જશે.રથયાત્રા એ ઐતિહાસિક પર્વ છે પરંતુ કોરોનાની મહામારી પણ વૈશ્વિક છે.આ મહામારીની રથયાત્રા પણ અસર થઈ શકે તેમ છે. અગાઉ પણ ધાર્મિક કાર્યક્રમથી કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. તેના ઉદાહરણ સાથેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.એટલે કે સરકાર તરફથી લીલી ઝંડી આપ્યા બાદ જ રથયાત્રા યોજવામાં આવશે, અંદાજે 2-3 દિવસમાં જ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

Last Updated : Jun 16, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details