ગુજરાત

gujarat

ભાજપની નો રિપીટ થિયરી પર "આપ"નો પ્રહાર, યુવા પાંખને કરવામાં આવી રહી છે મજબૂત

By

Published : Sep 18, 2021, 6:55 PM IST

અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં NCP કેટલાક સભ્યો વિધિવત પાર્ટીમાં જોડાયાં હતાં. ત્યારે પાર્ટીના નેતા પ્રવીણ રામે ભાજપની નો રિપીટ થિયરી અંગે નિવેદન આપ્યું હતું કે લોકો આગામી દિવસોમાં ભાજપને પણ નો રિપીટ કરવામાં માની રહી છે.

ભાજપની નો રિપીટ થિયરી પર "આપ"નો પ્રહાર, યુવા પાંખને કરવામાં આવી રહી છે મજબૂત
ભાજપની નો રિપીટ થિયરી પર "આપ"નો પ્રહાર, યુવા પાંખને કરવામાં આવી રહી છે મજબૂત

  • ગુજરાત આપમાં જોડાયા NCP અને રક્ષા સમિતિના નેતા
  • આમ આદમી પાર્ટીના કામોને જોઈને પાર્ટીમાં જોડાયા છેઃ પ્રવીણ રામ
  • નો રિપીટ થિયરી પ્રજાએ સ્વીકારી છે, ભાજપ પણ સરકારમાં ફરી નહીં આવેઃ આપ

અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ પ્રવીણભાઈ રામ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી નિખિલભાઈ સવાણી તથા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ તથા અમદાવાદ શહેર પ્રમુખ જે. જે. મેવાડાની ઉપસ્થિતમાં NCPમાં યુવા અધ્યક્ષ રહેલા બહાદુરસિંહ પરમાર અને પીયુષ કાકડીયા જેઓ વિદ્યાર્થીઓ રક્ષા સમિતિના પ્રમુખ છે, તેઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતાં. તો બીજી તરફ પ્રવીણ રામે અંગે જણાવ્યું કે ભાજપની નો રિપીટ થિયરી લોકો આવકારી રહી છે. જે આગામી દિવસોમાં ભાજપને પણ નો રિપીટ કરવામાં માની રહી છે.

2 યૂવા નેતાઓનું જોડાણ

આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનોની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં 2 યૂવા નેતાઓનું જોડાણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ બહાદુરસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાં જોડાવા પર કહ્યું આમ આદમી પાર્ટી લોકોના કાર્યો કરી રહી છે. લોકોના ન્યાય માટે લઇ રહી છે માટે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.. તો બીજી તરફ પીયુષ કાકડિયાએ આમ આદમી પાર્ટીમાં જોડવા પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો આભાર માન્યો હતો

NCPના બે યુવા નેતા આપમાં જોડાયા

શું હાર્દિક પટેલ પણ જોડાશે આપ પાર્ટીમાં?
ગુજરાતમાં કોંગ્રેસ સહિત અન્ય રાજનૈતિક દળો અને સામાજિક સંગઠનોમાંથી આમ આદમી પાર્ટીમાં આગેવાનો મોટા પ્રમાણ જોડાઈ રહ્યાં છે. એક સમય પર સુરતમાં કોંગ્રેસના પાટીદાર યુવા નેતા નિખિલ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં મહામંત્રી બની ચૂક્યાં છે. કાર્યકારી કોંગ્રેસ અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો અવારનવાર સંભળવા મળે છે.

આગામી ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીની યુવા પાંખ થઈ રહી છે તૈયાર
2022માં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાન સભાની તમામ બેઠકો પર ચુંટણી લડવા જઈ રહી છે. આમ 2022ની ચુંટણી ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો થવાની સંર્પૂણ સંભાવનાઓ છે.

ગુજરાતમાં નો રિપીટ થિયરી પર "આપ"નો વાર
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અને ત્યારબાદ તાજેતરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાં બાદ પ્રધાનમંડળમાં પણ ભાજપે નો રિપીટ થિયરી અપનાવી હતી. જેની પર પ્રહાર કરતા પ્રવીણ રામે કહ્યું કે ભાજપની નો રિપીટ થિયરી ગુજરાતની જનતા અપનાવી રહી છે. નો રિપીટ થિયરી પ્રજાએ આવકારી છે, જે આગામી 2022ની ચૂંટણીમાં પણ તેનો અમલ ગુજરાતની પ્રજા કરશે અને ભાજપને નો રિપીટ કરશે તે ચોક્કસ વિશ્વાસ છે.

આ પણ વાંચોઃ કોરોનાના મૃતાત્માઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરવા સાથે 'આપ' પાર્ટીનો 2022નો ચૂંટણી પ્રચાર? , ઇટાલિયાએ કહ્યું રાજકારણ હોવું જ જોઈએ

આ પણ વાંચોઃ શું ‘આપ’ થી ડરીને ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા?

ABOUT THE AUTHOR

...view details