ગુજરાત

gujarat

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, એક મહિલાનું મોત, 03 બાળકો ઇજાગ્રસ્ત

By

Published : Jun 29, 2021, 4:56 PM IST

અમદાવાદમાં હિટ એન્ડ રન(hit and run)ની ઘટના બની છે. શિવરંજની નજીક આવેલા બીમા નગર પાસે એક કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા 4 શખસોને કચડી નાંખ્યાં હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

  • શિવરંજની નજીક હિટ એન્ડ રનની ઘટના
  • કાર ચાલકે ફૂટપાથ ઉપર સુતેલા શ્રમિકો પર ગાડી ચઢાવી
  • એક મહિલાનું મોત, 03 બાળકો ઇજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરના શિવરંજની નજીક આવેલા બીમા નગર પાસે હિટ એન્ડ રન (hit and run)ની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા 4 શખસોને કચડી નાંખ્યાં હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 03 બાળકોને ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના પગલે ટ્રાફિક પોલીસે (Traffic police) કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનાના સમગ્ર CCTV ફુટેઝ પણ સામે આવ્યાં છે.

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર

રોડ ઉપર પડેલી ગાડીની હાલત જોઈને એવું લાગી રહ્યુ હતુ કે આ કોઈ સામાન્ય અકસ્માત (Accident) થયો હશે, પરંતુ આ કોઈ સામાન્ય અકસ્માત નથી. આ અકસ્માતમાં 01 શ્રમિક મહિલાનું મોત નીપજ્યું છે અને ત્રણ બાળકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, કાર ચાલક અકસ્માત (Accident) સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગાડી માલિક શૈલેષ શાહ પોતાના સમગ્ર પરીવાર સાથે નાસી ગયો છે. બીજી તરફ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે (Traffic police) તપાસના નામે માત્ર કાગળ કાર્યવાહીનો દોર હાથ ધર્યો છે.

આ પણ વાંચોઃ રાંચીમાં હિટ એન્ડ રન: બેકાબૂ કારે 7 લોકોને કચડી નાખ્યા, 2ના મોત

એક પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા નથી

આ હિટ એન્ડ રન કેસમાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ 304-A મુજબનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ છે. આ ઘટના બની ત્યારથી ટ્રાફિક વિભાગ(Traffic Department)ના એક પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા નથી.

આ પણ વાંચોઃ બારડોલી હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપ અગ્રણીના પુત્ર સામે નોંધાઇ ફરિયાદ

કાર ચાલકે અન્ય કોઈ કાર સાથે રેસ લગાડી હોવાની શક્યતા

અમદાવાદ શિવરંજની નજીક આવેલા બીમા નગર પાસે એક કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા લોકો પર ગાડી ચડાવી દીધી હતી. સ્થાનિકોની વાત માનીએ તો અકસ્માત (Accident) સર્જનારા કાર ચાલકે અન્ય કોઈ કાર સાથે રેસ લગાડી હતી. જેના લીધે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી મુકતા આટલો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામાન્ય રીતે રેન બસેરામાં એવા લોકો રહેતા હોય છે જેઓના માથે છત હોતી નથી. જેમનો કોઈ આશરો કે ઓવારો હોતો નથી. એવા ગરીબ વર્ગના બાળકોના માથા પરથી જ્યારે માતાનો આશરો જતો રહે ત્યારે તેવા બાળકોના માથે આભ ફાટી પડે છે અને આવું જ કંઈક બન્યું છે. શિવરંજની નજીક આવેલા બીમાનગર પાસે ફૂટપાથ પર જીવન ગુજરનારા લોકો સાથે મોડી રાત્રે રેસિંગ લગાડનારા એક નબીરાએ તેઓની ઉપર ગાડી ચઢાવી દેતા એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને 03 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ પાલનપુરમાં બની હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત, એક ઇજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details