ગુજરાત

gujarat

અમદાવાદમાં દાગીના બનાવનાર કારીગર રૂપિયા 1.25 કરોડના દાગીના લઈ ફરાર

By

Published : Oct 20, 2021, 10:01 AM IST

અમદાવાદમાં એક દાગીના બનાવનાર કારીગર રુપિયા 1.25 કરોડના દાગીના ચોરી કરવાની ઘટના સામે આવી છે. જેમાં માણેકચોક વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર દુકાનનો કારીગર રૂપિયા 1.25 કરોડના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.

Latest news of Ahmedabad
Latest news of Ahmedabad

  • નરોડામાં 4 કિલો સોનાના દાગીના લઈ આરોપી ફરાર
  • 1.25 કરોડના દાગીના લઈને ફરાર
  • આનંદ રાજપૂત અને ગણેશ ઘાંચી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: શહેરના માણેકચોક વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર દુકાનનો કારીગર રૂપિયા 1.25 કરોડના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો છે. દુકાન માલિક સાથે કારીગર એક્ટિવામાં બે થેલામાં સોનાના દાગીના લઈ શહેરમાં અલગ અલગ દુકાનોમાં સોનાના દાગીના બતાવી નરોડા આદિશ્રર કેનાલ પાસે પહોંચ્યા હતા. દુકાન માલિક લઘુશંકા કરવા ગયો ત્યારે કારીગર રૂપિયા 1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં દાગીના બનાવનાર કારીગર રૂપિયા 1.25 કરોડના દાગીના લઈ ફરાર

આ પણ વાંચો: ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

CCTV ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી

આ બનાવ અંગે હકીકત એવી છે કે, નોકર આનંદ રાજપૂતને કામ પર રખાવનાર શખ્સ ગણેશ ઘાંચીનો પણ ફોન બનાવ બાદ બંધ આવતા ગુનાહિત ષડયંત્ર અંગે વેપારીને ગણેશ ઘાચી પર શંકાની સોય લાગી. આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રાયપુરમાં માંડવીની પોળમાં રહેતા મુકેશ ઘાંચી માણેકચોકમાં M.H. જ્વેલર્સ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ સોનાના દાગીના દુકાનોમાં આપે છે. અઢી મહિના પહેલા તેમના જ ગામનો અને સમાજનો ગણેશ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો. તેના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક નવ હજારના પગારે કામ પર રાખ્યો હતો. જેમાં મુકેશ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ અલગ અલગ દુકાને જતો હતો.

આ પણ વાંચો: વિસનગર તાલુકાના થુમથલ ગામમાં બંધ મકાનમાંથી 1.04 લાખ રૂપિયાની ચોરી

ગણેશ ઘાંચીનો ફોન બંધ આવતા તે પણ ફરાર હોવાની શંકા

16 ઓક્ટોમ્બરના રોજ બપોરે 1 વાગ્યે બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત રૂપિયા 1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહને લઈ ગયા હતા. અલગ અલગ દુકાનોમાં દાગીના બતાવી અને નરોડા આદિશ્વર કેનાલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાનમાં મુકેશભાઈ લઘુશંકા કરવા ગયા, ત્યારે આનંદસિંહ તકનો લાભ ઉઠાવી એક્ટિવા ચાલુ કરી રૂપિયા 1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો. બુમો પાડી પીછો કરવા છતાં ત્યાંથી નાસી ગયો હતો. તેને કામ પર રખાવનાર શખ્સ ગણેશ ઘાંચીનો ફોન બંધ આવતા તે પણ ફરાર થઇ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details